ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પ્રભાવકો માટે નવી માર્ગદર્શિકાની જાહેરાત

 • ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં સેલિબ્રિટીઝ અને વર્ચ્યુઅલ અવતાર સહિતના સોશિયલ મીડિયા પ્રભાવકો (Social Media Influences) માટે, તેઓ જે ઉત્પાદનો અથવા સેવાઓને સમર્થન આપે છે તેની પ્રમોશનલ સામગ્રી અને તેની સાથેના તેમના ભૌતિક જોડાણો જાહેર કરવા માટે ‘એન્ડોર્સમેન્ટ્સ નો હાઉસ!’(Endorsements know hows) માર્ગદર્શિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
 • વર્તમાનમાં પ્રચાર પ્રવૃત્તિઓ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. તેથી પ્રભાવકો તેમના પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરે નહીં તેની ખાતરી કરવા તેમજ અન્યાયી વેપાર પ્રથાઓને ટાળવા માટે આ માર્ગદર્શિકા ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 2019 અનુસાર ઘડવામાં આવી છે.
 • ઉપરાંત, આ માર્ગદર્શિકા એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડ્ડર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશો સાથે પણ જોડાયેલી છે.

માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ સજા

 • જો કોઇપણ પ્રકારે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થાય તો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 2019 અંતર્ગત ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે નિર્ધારિત દંડ લાગુ કરવામાં આવશે.
 • કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ(Central Consumer Protection Authority) દ્વારા માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ ઉત્પાદકો, જાહેરાતકર્તાઓ અને સમર્થન આપનારાઓ પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાદવામાં આવશે તેમજ વારંવાર ગુના માટે 50 લાખ રૂપિયા સુધીનો પણ દંડ લાદવામાં આવી શકે છે.
 • આ ઉપરાંત કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ ગેરમાર્ગે દોરતી જાહેરાતના સમર્થનકર્તાને એક વર્ષ સુધી કોઇપણ સમર્થન કરવા માટે પ્રતિબંધિત કરી શકે છે તેમજ ત્યારબાદના ઉલ્લંઘન માટે પ્રતિબંધ ત્રણ વર્ષ સુધી લંબાવી શકે છે.
 • આ સાથે જ ઉલ્લંઘનકર્તાઓને છ મહિના માટે જેલ પણ થઇ શકે છે તેમજ તેને બે વર્ષ સુધી લંબાવી શકાય પણ છે.

માર્ગદર્શિકા સંબંધિત મહત્ત્વની બાબતો

 • જાહેરાતો સરળ અને સ્પષ્ટ ભાષામાં હોવી જોઇએ
 • ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કિસ્સામાં ‘જાહેરાત’, ‘પ્રાયોજિત’ અને ‘પેઇડ એડવર્ટાઇઝમેન્ટ’ જેવા ટૂંકા શબ્દોવાળા હેશટેગ મૂકવા ફરજિયાત છે.
 • જાહેરાતો અને સમર્થન એક જ ભાષામાં હોવા જોઇએ તેમજ લાઇવ સ્ટ્રીમ્સમાં, જાહેરાતો સતત અને સ્પષ્ટપણે પ્રદર્શિત થવી જોઇએ.
 • પિક્ચર એન્ડોર્સમેન્ટ્સમાં, દર્શકો તેમને નોટિસ કરી શકે તેટલી મોટી ઇમેજ પર ડિસ્કલોઝર લગાવવા ફરજિયાત છે. જ્યારે વિડિયો કન્ટેન્ટ માટે, તે માત્ર વર્ણનમાં જ નહીં પરંતુ વીડિયોમાં મૂકવા જોઇએ તેમજ ઓડિયો અને વીડિયો એમ બંને ફોર્મેટમાં હોવું જોઇએ.
 • વર્ષ 2022માં, ભારતમાં સોશિયલ મીડિયા પ્રભાવકનું બજાર કદ, 1,275 કરોડ રૂ.  હતું અને આગામી વર્ષ 2025 સુધીમાં લગભગ 19-20% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે તે 2,800 કરોડ રૂ. જેટલું થવાની શક્યતા છે.

Leave a Comment

Share this post