બ્રિક્સ બેંકના નવા વડા : દિલમા રૂસેફ

બ્રિક્સ બેંકના નવા વડા : દિલમા રૂસેફ

  • બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિલમા રૂસેફને માર્કસ ટ્રોયજો(બ્રાઝિલ)ના સ્થાને પાંચ BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) દેશો દ્વારા સ્થાપિત બહુપક્ષીય નાણાકીય સંસ્થા ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ના વડા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે.NDBના પ્રમુખ માર્કોસ ટ્રોયજો 24 માર્ચ, 2023 સુધીમાં રાજીનામું આપશે. NDBનું બોર્ડ ઑફ ગવર્નર્સ ત્યારપછી બ્રાઝિલ દ્વારા નામાંકિત નવા પ્રમુખની પસંદગી કરશે, જેમનો કાર્યકાળ  6 જુલાઈ, 2025ના રોજ સમાપ્ત થશે.

ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)

  • NDB એક બહુપક્ષીય વિકાસ બેંક છે જેની સ્થાપના વર્ષ 2014માં બ્રાઝિલના ફોર્ટાલેઝામાં 6ઠ્ઠી બ્રિક્સ સમિટમાં BRICS દેશો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
  • મુખ્ય મથક: શાંઘાઈ, ચીન
  • ઉદ્દેશ્યો: તેનો ઉદ્દેશ્ય સભ્ય દેશોના વિકાસને પ્રોત્સાહન આપવું, આર્થિક વૃદ્ધિને ટેકો આપવો, સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવું અને રોજગાર સર્જનની સુવિધા આપવી, વિકાસશીલ દેશો વચ્ચે જ્ઞાન વહેંચણીનું પ્લેટફોર્મ બનાવવું વગેરે. (આ ઉદ્દેશ્યો ને પરિપૂર્ણ કરવા માટે  NDB લોન, ગેરંટી, ઇક્વિટી ભાગીદારી અને અન્ય નાણાકીય સાધનો દ્વારા જાહેર અથવા ખાનગી પ્રોજેક્ટ્સને સમર્થન આપે છે)

Leave a Comment

Share this post