NHAIએ યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ‘રાજમાર્ગયાત્રા’ લોન્ચ કરી

NHAIએ યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ‘રાજમાર્ગયાત્રા’ લોન્ચ કરી

  • નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નાગરિક-કેન્દ્રિત યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ‘રાજમાર્ગયાત્રા’ લોન્ચ કરીને હાઈવે યુઝરના અનુભવને સુધારવાની દિશામાં નોંધપાત્ર પગલું ભર્યું છે. ‘રાજમાર્ગયાત્રા’ રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઉપયોગકર્તાઓ માટે આવશ્યક માહિતીના વન-સ્ટોપ ભંડાર તરીકે સેવા આપે છે. એપ ઇનબિલ્ટ ફરિયાદ નિવારણ અને એસ્કેલેશન મિકેનિઝમથી સજ્જ છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)

  • તે ભારત સરકારની એક સ્વાયત્ત એજન્સી છે, જે દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્કના સંચાલન અને વિકાસ માટે જવાબદાર છે. તેની સ્થાપના 1988માં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 1988 હેઠળ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) 1995મા કાર્યરત થઈ હતી. તે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે. તેનું નેતૃત્વ એક અધ્યક્ષ કરે છે, જેને છ પૂર્ણ-સમયના સભ્યો અને ચાર પાર્ટ-ટાઇમ સભ્યો દ્વારા મદદ કરવામાં આવે છે.
  • અધ્યક્ષ : સંતોષ કુમાર યાદવ (IAS)
  • અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.

ભારતમાલા પરિયોજના

  • તે ભારત સરકાર દ્વારા 2017મા 34,800 કિમીના રસ્તાઓ વિકસાવવા માટે શરૂ કરવામાં આવી હતી, જેમાં 10,000 કિમી આર્થિક કોરિડોર, 9000 કિમી સરહદી રસ્તાઓ, 6000 કિમી દરિયાકાંઠાના રસ્તાઓ અને 2000 કિમી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે.

Leave a Comment

Share this post