ન્હાનાલાલ દલપતરામ કવિ

ન્હાનાલાલ દલપતરામ કવિ

 • જાણીતા ગુજરાતી સાહિત્યકાર અને અછાંદસ ડોલનશૈલીનાં જનક એવા ગુજરાતના મહાકવિ ન્હાનાલાલને તેમના જન્મદિવસે ભાવભીની સ્મરણાંજલિ
પુરુનામ ન્હાનાલાલ દલપતરામ તરવાડી (ત્રિવેદી)
જન્મ જન્મ : માર્ચ 16, 1877 – અમદાવાદ
અવસાન જાન્યુઆરી 9, 1946 – અમદાવાદ
પિતા દલપતરામ
માતા રેવાબા
વખણાતું સાહિત્ય ડોલનશૈલી
ઉપનામ/તખલ્લુસ ગુજરાતના કવિવર,ડોલનશૈલીના પિતા,પ્રેમભક્તિ,કવિસમ્રાટ,શ્રેષ્ઠ રસકવિ,પ્રફુલ અમીવર્ષણ,ચંદ્રરાજ,તેજે ઘડેલા શબ્દના સર્જક

 

 • ન્હાનાલાલે લેખનની શરૂઆત વસંતોત્સવ કાવ્ય દ્વારા કરી હતી. સૌપ્રથમ વાર ગુજરાતીમાં છંદ વિનાની: અછાંદસ ક્રુતિ આપી, જેને ‘ડોલનશૈલી’ થી ઓળખાય છે. તેને ડોલનશૈલીમાં પ્રથમ કાવ્ય વસંતોત્સવ લખ્યું છે. તેમણે જયાજયંત અને ઇન્દુકુમાર જેવા નાટકો લખ્યા છે. જે ડોલનશૈલી માટે જાણીતા છે. ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય લખ્યું છે.
 • મહાત્મા ગાંધીજીને ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ લખનારે ૧૯૩૧માં તેમણે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો ! ઉમાશંકર જોશીએ આ સંદર્ભમાં એક લેખ લખ્યો ત્યારે આ શબ્દોને બદલે માત્ર ટપકાં મૂકી પોતાનો મૌન વિરોધ દર્શાવ્યો હતો. સુવર્ણ મહોત્સવ પ્રસંગે તેના સંયોજક ગોકુલદાસ ભટ્ટે ગાંધીજીનો સંદેશો મગાવેલો તેમાં ગાંધીજીએ કવિને ‘દૂઝણી ગાય’ કહીને પ્રશંસા કરી હતી પણ કવિ તો ગાંધીજીના કટ્ટર વિરોધી બની ગયા હતા. એ સંદેશો મગાવવા માટે તેઓ ગોકુળભાઈ ઉપર ચીડાઈ ગયા હતા અને ”હું દૂઝણી ગાય નથી પણ મસ્ત આખલો છું.” એમ કહીને ભારે રોષ દર્શાવ્યો હતો.

ન્હાનાલાલની પ્રસિદ્ધ પંક્તિઓ

 1. સૌદર્ય શોભે છે શીલથી ને યૌવન શોભે છે સંયમ વડે..
 2. અસત્યો માંહે થી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..
 3. ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ ! અમારે ગુણિયલ ગુર્જર ભૂમિ !
 4. ઝીણાં ઝરમર વરસે, મેહ, ભીંજે મારી ચૂંદલડી
 5. ગણ્યા ગણાય નહીં, વિણ્યા વણાય નહિ,
 6. નથી કાઇ પૂછયું, નથી કોઈ પૂછવું રે..
 7. નીલો કમલરંગ વીંઝણો, હો નંદલાલ..
 8. મ્હારા નયણાંની આવસરે, ન નીરખ્યા હરિને જરી,
 9. પાર્થને કહો ચડાવે બાણ,હવે તો યુદ્ધ એ જ કલ્યાણ

સાહિત્ય સર્જન

કાવ્યસંગ્રહ વસંતોત્સવ (ડોલનશૈલીમાં લખાયેલી તેમની પ્રથમ કૃતિ), મહેરામણના મોતી, ગીતમંજરી ભાગ–1, 2, ન્હાના ન્હાના રાસ ભાગ : 1, 2 અને 3, પ્રેમભકિત ભજનાવલી
કાવ્ય ગુજરાતનો તપસ્વી, શરદપૂનમ, વીરની વિદાય, સૌરાષ્ટ્રનો સાધુ, કુલયોગિની
નાટક ઈન્દુકુમાર, જયાજયંત, રાજર્ષિભરત, શહેનશાહ અકબર, વિશ્વગીતા
નવલક્થા ઉષા અને સારથી
વિવેચન સાહિત્ય મંથન, આપણા સાક્ષરરત્નો, જગત કાદંબરીઓમાં સરસ્વતીચંદ્રનું સ્થાન
મહાકાવ્ય કુરુક્ષેત્ર
જીવનચરિત્ર કવીશ્વર દલપતરામ (પિતા દલપતરામ ડાહ્યાલાલ તરવાડીનું જીવનચરિત્ર આલેખાયેલું છે), સારથી
અન્ય વિરાટની હિંડોળો, પ્રાણેશ્વર, પિતૃતર્પણ, વિલાસની શોભા, હરિસંહિતા, પાખંડીઓ, ખમ્મા વીરાને,ન્હાનારાસ, તાજમહેલ, હરિના દર્શન (ભકિત ગીત), ભરતગોત્રનાં લજ્જાચીર (વિશ્વગીતામાંથી)

 

Leave a Comment

Share this post