વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નિખત ઝરીને ગોલ્ડ જીત્યો

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નિખત ઝરીને ગોલ્ડ જીત્યો

  • દિલ્હીમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023માં ભારતની નિખત ઝરીનએ 50kg કેટેગરીની બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વિયેતનામની બોક્સર Nguyen Thị Tamને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નિખત ઝરીન ગયા વર્ષે બાવન કિલો વર્ગમાં ચૅમ્પિયન બની હતી.
  • બે વર્લ્ડ ટાઇટલ જીતનારી ભારતની એમ. સી. મૅરી કૉમ પછી ઝરીન બીજી ભારતીય મહિલા બૉક્સર છે. આ પહેલા તેણે વર્ષ 2022ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ, 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ, વર્ષ 2019ના એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને વર્ષ 2022માં સતેન્દ્રજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • દિલ્હીમાં યોજાયેલી મહિલા વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ભારતે ચાર સુવર્ણ ચંદ્રકો જીતી લીધા છે. ભારતની લવલિના બોર્ગોહેને ઓસ્ટ્રેલિયાની કેટેલીન પાર્કરને 75 કિલો વજનજૂથની ફાઈનલમાં પરાજય આપીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. લવલીનાનો વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં આ પહેલો સુવર્ણ ચંદ્રક છે. નીતુ ઘંઘાસ (45-48 કિગ્રા) અને સ્વિટી બૂરા (75-81 કિગ્રા)એ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
  • ભારતના બૉક્સર નિખત ઝરીન અને લવલીના બોર્ગોહિન એશિયન ગેમ્સ માટે ક્વૉલિફાય થયા છે, જે 2024ની પૅરિસ ગેમ્સ માટેની ક્વૉલિફાયર પણ છે. ચીનના ગાંગઝાઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર સુધી થનારી એશિયન ગેમ્સમાં પસંદગી માટે ભારતીય બૉક્સિંગ ફેડરેશનની નીતિ મુજબ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેળવનાર ખેલાડીઓનું એશિયન ગેમ્સ માટે આપોઆપ સિલેક્શન થશે.

Leave a Comment

Share this post