નિક્કી એશિયા રિપોર્ટ : જાપાનને પછાડી ભારત બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ

 જાપાનને પછાડી ભારત બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ : ચીન વિશ્વમાં પ્રથમ તો અમેરિકા બીજા સ્થાને

  • જાપાનના એક અગ્રણી અખબાર નિક્કી એશિયાના ડેટા મુજબ ભારત વર્ષ 2022માં ઓટો સેલ્સમાં જાપાનને પાછડ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું હતું.
  • ચીન 2.62 કરોડ વાહનોના વેચાણ સાથે ગ્લોબલ ઓટો માર્કેટમાં પ્રથમ સ્થાને રહ્યું હતું તો 1.54 કરોડ વાહનોના વેચાણ સાથે અમેરિકા બીજા સ્થાને રહ્યું હતું.
  • વર્ષ 2022માં જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં જાપાનમાં નવા 42 લાખ વાહનો વેચાયા હતા જ્યારે ભારતમાં 42.50 લાખ વાહનો વેચાયા હતા આમ ભારતે જાપાનને પછાડી વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટો માર્કેટ બન્યું હતું.

Leave a Comment

Share this post