NOKIAએ 60 વર્ષ બાદ તેનો લોગો ચેન્જ કર્યો

NOKIAએ 60 વર્ષ બાદ તેનો લોગો ચેન્જ કર્યો

  • ફિનલેન્ડની સ્માર્ટફોન નિર્માતા નોકિયાએ નવા લોગો સાથે તેની બ્રાન્ડ ઓળખ બદલવાની યોજના બનાવી છે. કંપનીએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 દરમિયાન આ લોગોની જાહેરાત કરી છે. કંપનીએ 60 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. નોકિયાના નવા લોગોમાં અલગ-અલગ અક્ષરોમાં NOKIA લખેલું છે. નવા લોગોમાં પાંચ અલગ-અલગ કદનો સમાવેશ થાય છે જે NOKIA શબ્દ બનાવે છે. આમાં, વાદળી, ગુલાબી, જાંબલી સાથે અન્ય ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે પહેલા કંપનીનો લોગો માત્ર વાદળી હતો.
  • તાજેતરમાં નોકિયાએ Nokia G22 ફોન લોન્ચ કર્યો. આ મોબાઈલ ફોનનું બૅક કવર 100 ટકા રીસાઈકિલ્ડ પ્લાસ્ટિકથી બનેલું છે. Nokia G22ની બૅટરી, ડિસ્પ્લે, ચાર્જિંગ પોર્ટ જેવી દરેક વસ્તુને ગ્રાહક ઘર પર જ રિપેર કરી શકશે. આની સાથે કંપની તમને મોબાઈલ ફોન સાથે ifixit કિટ ફ્રીમાં આપે છે. આ કીટની મદદથી તમે સ્માર્ટફોનનો કોઈ પણ પાર્ટ સરળતાથી બદલી શકો છો.

Leave a Comment

Share this post