નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

  • સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકોવિચે 11 જૂનના રોજ સ્ટેડ રોલેન્ડ ગેરોસ પેરિસ, ફ્રાન્સમાં, રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં નોર્વેના કેસ્પર રુડને હરાવીને રેકોર્ડ 23મો સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. તે ફ્રેન્ચ ઓપનની 127મી આવૃત્તિ અને 2023ની બીજી ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ હતી.
  • જોકોવિચે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું છે. જોકોવિચે ઓપન એરામાં જીતેલા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટાઇટલના સેરેના વિલિયમ્સના રેકોર્ડની બરાબરી કરી. તેની પાસે બેઇજિંગ 2008 થી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ પણ છે.
  • પેરિસ 2024 ઓલિમ્પિક્સ ફ્રેન્ચ ઓપનની જેમ જ રોલેન્ડ-ગેરોસ કોર્ટ પર યોજાશે.

જોકોવિચ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ટેનિસ પ્લેયર

  • સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે 23મું ગ્રાન્ડ સ્લેમ જીતીને સર્વાધિક ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાના બાબતમાં રાફેલ નડાલને પાછળ છોડી દીધો છે. આ સાથે તે 23 ગ્રાન્ડ સ્લેમ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જોકોવિચે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન જીતી છે. તેણે સૌથી વધુ 10 ઓસ્ટ્રેલિયન ઓપન, 7 વિમ્બલ્ડન અને 3 US ઓપન ટાઇટલ જીત્યા છે.

વિશ્વની નંબર વન ઇગા સ્વાઇટેકે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો

  • વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી પોલેન્ડની ઇગા સ્વાઇટેકે ફાઇનલમાં ત્રણ સેટની ભારે સ્પર્ધામાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવાને હરાવીને ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો છે. ઇગા સ્વાઇટેકે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું. આ અગાઉ તે 2020 અને 2022માં પણ અહીં ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ઇગા સ્વાન્ટેકનું આ ચોથું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે.

Leave a Comment

Share this post