હવે Aadhaar Card બન્યું વધારે સુરક્ષિત

હવે Aadhaar Card બન્યું વધારે સુરક્ષિત

  • UIDAIએ આધાર સંબંધિત છેતરપિંડીના મામલાઓને રોકવામાં નવી સુરક્ષા સિસ્ટમ તૈયાર કરી છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI)એ આધાર આધારિત ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ અને છેતરપિંડીના પ્રયાસોની ઝડપી તપાસ માટે એક નવી સુરક્ષા પદ્ધતિ સફળતાપૂર્વક શરૂ કરી છે.
  • ઇન-હાઉસ વિકસિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ (AI/ML) આધારિત સુરક્ષા સિસ્ટમ હવે કેપ્ચર કરેલ ફિંગરપ્રિન્ટને ચકાસવા માટે ‘ફિંગર મિનુટિયા’ અને ‘ફિંગર ઈમેજ’ બંનેના સંયોજનનો ઉપયોગ કરી રહી છે. આ આધાર પ્રમાણીકરણ વ્યવહારોને વધુ મજબૂત અને વધુ સુરક્ષિત બનાવી રહ્યું છે.
  • આ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફિંગરપ્રિન્ટ દ્વારા આધારનો ઉપયોગ કરનાર વ્યક્તિની જીવંતતા જાણી શકાશે.આ સાયબર છેતરપિંડી કરનારાઓને શોધવા અને નિયંત્રિત કરવામાં મદદ કરશે.આ નવી સુવિધાનો ઉપયોગ બેંકિંગ અને નાણાકીય, ટેલિકોમ અને સરકારી વિભાગો દ્વારા કરવામાં આવશે.આનાથી આધાર સાથે જોડાયેલ પેમેન્ટ સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મદદ મળશે
  • ડિસેમ્બર 2022 સુધીમાં, આધાર પ્રમાણીકરણ ટ્રાન્ઝેક્શન 880 કરોડને પાર કરી ગયું હતું. આવી સ્થિતિમાં, દરરોજ સરેરાશ 70 મિલિયન ટ્રાન્ઝેક્શન થાય છે, જેમાં મોટાભાગના ફિંગરપ્રિન્ટ આધારિત પ્રમાણીકરણ સામેલ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post