G20 ગેસ્ટ મેગેઝિનમાં ‘ભારત’ને દેશનું સત્તાવાર નામ

G20 ગેસ્ટ મેગેઝિનમાં ‘ભારત’ને દેશનું સત્તાવાર નામ

  • ‘ઈન્ડિયા vs ભારત’ નામને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે G20 ગેસ્ટ મેગેઝિનમાં ‘ભારત’ને દેશનું સત્તાવાર નામ ગણાવ્યું છે.
  • ભારત મંડપમના ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટરમાં રાખવામાં આવેલી 24 પાનાનું મેગેઝિન “ભારત : ધ મધર ઓફ ડેમોક્રેસી”નામથી પ્રકાશિત આ મેગેઝિનના બીજા પાના પર ભારતની વ્યાખ્યામાં દર્શાવવામાં આવી છે.
  • ‘ભારત’ દેશનું સત્તાવાર નામ છે. તેનો ઉલ્લેખ બંધારણમાં અને 1946-48 દરમિયાન બંધારણ સભાની ચર્ચાઓમાં પણ છે, જે ચર્ચા બંધારણ અપનાવવામાં આવ્યું તે પહેલાં થઈ હતી.’ તેમાં પાના નંબર 2 શીર્ષક, “હજારો વર્ષોમાં ભારતમાં લોકતાંત્રિક લોકાચાર” હેઠળ લખવામાં આવ્યું છે, કે પ્રસિદ્ધ ભારતીય સંસ્કૃતિની શરૂઆત “સિંધુ સરસ્વતી સંસ્કૃતિ: ઈ.સ 6000થી 2000 પૂર્વે” થી થાય છે, જે ભારત અને વિદેશમાં “સિંધુ ઘાટીની સંસ્કૃતિ” તરીકે પ્રખ્યાત છે.

Leave a Comment

TOPICS : ,

Share this post