ઓઈલ ઈન્ડિયા હવે મહારત્ન, ONGC વિદેશ હવે નવરત્ન

ઓઈલ ઈન્ડિયા હવે મહારત્ન, ONGC વિદેશ હવે નવરત્ન

  • નાણા મંત્રાલયે ઓઇલ સેક્ટરની બે કંપનીઓ, ઓઇલ ઇન્ડિયા અને ONGC વિદેશને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (CPSE)ની અનુક્રમે મહારત્ન અને નવરત્ન શ્રેણીમાં અપગ્રેડ કર્યા છે. નવો દરજ્જો કંપનીઓને ભારતમાં અને વિદેશમાં, મોટા રોકાણ અંગે પોતાના નિર્ણયો લેવામાં મદદ કરશે. ઓઈલ ઈન્ડિયા અગાઉ નવરત્ન કંપની હતી, જ્યારે ONGC વિદેશ મિનીરત્ન CPSE હતી. CPSEsમાં OIL 13મી મહારત્ન હશે. CPSEમાં OVL 14મું નવરત્ન હશે.

નવરત્નનો દરજ્જો

  • SEBIના નિયમો હેઠળ લઘુત્તમ નિર્ધારિત જાહેર શેરહોલ્ડિંગ સાથે ભારતીય સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ
  • છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક ટર્નઓવર રૂ. 25,000 કરોડ
  • છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક નેટવર્થ રૂ 15,000 કરોડ.થી વધુ
  • છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો. રૂ. 5,000 કરોડ કરતાં વધુ કરબાદ કરતાં નોંધપાત્ર
  • વૈશ્વિક હાજરી/આંતરરાષ્ટ્રીય કામગીરી હોવી જોઈએ.

મહારત્નનો દરજ્જો મળવાથી આ લાભ

  • ‘મહારત્ન’ કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય સંયુક્ત સાહસો અને સંપૂર્ણ પેટાકંપની એકમોમાં ઈક્વિટી રોકાણ અંગે નિર્ણય કરી શકે છે. સાથે જ દેશમાં અને વિદેશમાં મર્જર અને એક્વિઝિશન અંગે પણ નિર્ણય લઈ શકે છે.
  • જો કે આ માટેની મર્યાદા સંબંધિત કંપનીની નેટવર્થના 15 ટકા સુધી મર્યાદિત છે. આ એક પ્રોજેક્ટમાં મહત્તમ 5,000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. આ ઉપરાંત ડિરેક્ટર્સ બોર્ડ માનવ સંસાધન વ્યવસ્થાપન અને તાલીમ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકી શકે છે. તેઓ ટેકનોલોજી સ્તરે સંયુક્ત સાહસો અથવા વ્યૂહાત્મક જોડાણોમાં જોડાઈ શકે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post