ઓપરેશન દોસ્ત

ઓપરેશન દોસ્ત

  • તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો.એ પછી ગણતરીના કલાકોમાં બીજા બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપના કારણે તુર્કી-સીરિયામાં સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.
  • ઓપરેશન દોસ્ત હેઠળ ભારતે ભૂકંપ રાહત સામગ્રીની બે ખેપ મોકલી છે. ભૂકંપગ્રસ્ત તુર્કીમાં ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હોસ્પિટલે 89 સભ્યોની મેડીકલ ટીમ મોકલી છે. ટીમમાં ઓર્થોપેડીક સર્જીકલ ટીમ, જનરલ સર્જીકલ સ્પેશિયાલીસ્ટ, ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ સામેલ છે.
  • ભારત તરફથી તુર્કી ખાતે મોકલવામાં આવેલી રાહત સામગ્રીમાં એક વિશેષજ્ઞ રાષ્ટ્રીય આપતિ પ્રતિક્રિયા દળ અને બચાવ દળ સામેલ છે. તેમાં પુરૂષ અને મહિલા બંને કર્મીઓ, અધિક કુશળ ડોગ સ્કવોડ, તબીબી સાથે જોડાયેલ વસ્તુઓ, ડ્રીલીંગ ઉપકરણ અને સહાયતા પ્રયાસ માટે જરૂરી સાધનો પણ સામેલ છે

Leave a Comment

Share this post