દિલ્હી માટે વટહુકમ : નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી

દિલ્હી માટે વટહુકમ : નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી

  • ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદામાં દિલ્હી સરકારને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સહિતની સેવાની બાબતોમાં કાર્યકારી સત્તા આપવામાં આવી હતી. દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર વટહુકમ લાવી છે. આ વટહુકમ દ્વારા કેન્દ્રએ લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા આપી છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અને તકેદારીનું કામ કરશે.
  • વટહુકમ મુજબ 3 લોકોની ઓથોરિટીની રચના કરવામાં આવશે, જેમાં (a) રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની સરકારના મુખ્યમંત્રી દિલ્હી, જે ઓથોરિટીના અધ્યક્ષ, હોદ્દેદાર રહેશે;(b) રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકારના મુખ્ય સચિવ , દિલ્હી, સભ્ય, હોદ્દેદાર; (c) મુખ્ય ગૃહ સચિવ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર દિલ્હીના, જે ઓથોરિટીના સભ્ય સચિવ, હોદ્દેદાર રહેશે.
  • ઓથોરિટી હાજર રહેલા અને મતદાન કરનારા સભ્યોના બહુમતી મત દ્વારા નિર્ણય લેવામાં આવશે, ઓથોરિટીની તમામ ભલામણો સભ્ય સચિવ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે તેમજ ઓથોરિટીનું મુખ્ય કાર્યાલય દિલ્હી ખાતે હશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો નિર્ણય બહુમતીના આધારે કરશે, પરંતુ અંતે નિર્ણય ઉપરાજ્યપાલનો હશે.
  • અત્યાર સુધી મુખ્ય સચિવ અને ગૃહ સચિવ કેન્દ્ર સરકાર થકી નિમણૂક કરવામાં આવે છે. એટલે કે આ રીતે ઓથોરિટીમાં મુખ્યમંત્રી અલ્પમતમાં હશે. આ રીતે ટ્રાંસફર-પોસ્ટિંગના અધિકાર કેન્દ્ર સરકારની પાસે જ હશે.
  • વટહુકમ અનુસાર, નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી તમામ ગ્રુપ A અધિકારીઓ અને DANICS અધિકારીઓની બદલી અને નિમણૂક માટે જવાબદાર રહેશે.

Leave a Comment

TOPICS : , ,

Share this post