ગાંધીનગર ખાતે ‘ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર’નું આયોજન

ગાંધીનગર ખાતે ‘ઇન્ટરનેશનલ વેટલેન્ડ સેમિનાર’નું આયોજન

  • ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેટલેન્ડ નિષ્ણાતો દ્વારા જળપ્લાવિત વિસ્તારોને લગતાં વિવિધ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
  • આ કાર્યક્રમ અંતર્ગત 3 થી 6 જાન્યુઆરી દરમિયાન નળ સરોવર – રામસર સાઇટ ખાતે મીઠા પાણીના જીવજંતુઓ સંલગ્ન વિષય પર તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ લોકાર્પણો

  • વન મંત્રી મૂળુભાઇ બેરા તેમજ વન રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે GEER ફાઉન્ડેશનની કોફી ટેબલ બુક, ગુજરાતી ભાષામાં પ્રથમવાર તૈયાર કરેલી બુક ‘બર્ડ્સ ઓફ નળ સરોવર’ આ ઉપરાંત ‘ક્રેઇન્સ ઓફ ગુજરાત’ તેમજ ‘સારસ ક્રેઇન’ દસ્તાવેજી ફિલ્મ અને ‘OIKO5’ યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરવામાં આવી હતી.
  • આ સિવાય મૂળુભાઇ બેરા દ્વારા ઇ-લાયબ્રેરી @GEER ફાઉન્ડેશનનું લોન્ચિંગ કરાયું હતું.

ગુજરાતના વધુ 7 વેટલેન્ડ રામસર સાઇટ માટે પ્રસ્તાવિત થશે

  • ભારતના કુલ જળપ્લાવિત વિસ્તારમાં 23 ટકા હિસ્સો ગુજરાતનો હોઇ નળસરોવર, વઢવાણા, થોળ અને ખિજડીયા એમ ચાર સાઇટને રામસર વેટલેન્ડનો દરજજો પ્રાપ્ત થયો છે. અને વધુ 7 વેટલેન્ડને રામસર સાઇટનો દરજજો મળે તે માટે રાજ્યનો વનવિભાગ પ્રયત્નશીલ છે.
  • આ સાઇટમાં નડિયાદનું પરિયેજ, કચ્છનું છારીધંડ, પોરબંદરના ગોસાબારા, મેઢાક્રિક અને કુછલી જાવર, સુરેન્દ્રનગરના વાડલા અને ભાસ્કરપુરા સામેલ છે.
  • વિશેષ : ભાસ્કરપુરાને ‘ઇન્ટરનેશનલ બર્ડ બાયોડાયવર્સિટી એરિયા’ તરીકે પણ ઘોષિત કરાયું છે.

Leave a Comment

Share this post