ઓક્સફેમ ઇન્ડિયાઃ ભારતના સૌથી અમીર 1% લોકો ભારતની કુલ સંપત્તિના 40.5% કરતા વધુના માલિક

ઓક્સફેમ ઇન્ડિયાઃ ભારતના સૌથી અમીર 1% લોકો ભારતની કુલ સંપત્તિના 40.5% કરતા વધુના માલિક

  • ચેરિટેબલ સંસ્થા, ઓક્સફામ ઇન્ટરનેશનલ દ્વારા આ બેઠકમાં ‘સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટ’ નામનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.
  • આ અહેવાલ મુજબ વિશ્વના સૌથી ધનિક 1% લોકોએ વર્ષ 2020 થી અત્યાર સુધીમાં 42 ટ્રિલિયન ડોલરની કુલ નવી સંપત્તિમાંથી લગભગ 2/3 જેટલી સંપત્તિ હસ્તગત કરી છે, જે વિશ્વના 99% લોકોની કુલ સંપત્તિ કરતા બમણી છે.

‘સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટઃ ધ ઇન્ડિયા સપ્લિમેન્ટ’ અહેવાલના કેટલાક મુખ્ય તારણો

  • જાન્યુઆરી 2019માં Covid-19 રોગચાળાની શરૂઆત થઇ અને નવેમ્બર 2022માં આ રોગચાળાની સમાપ્તિ થઇ ત્યારથી ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં 121% અથવા વાસ્તવિક દૃષ્ટિએ દરરોજ 3,608 કરોડ રૂ. (લગભગ 2.5 કરોડ રૂ. પ્રતિ મિનિટ)નો વધારો થયો છે.
  • ભારતમાં વર્ષ 2020માં 102 અબજોપતિ હતા, જેની સાપેક્ષે વર્ષ 2022માં 166 અબજોપતિ હતા.
  • પાયાની 50% વસ્તી દ્વારા ભારતમાં તમામ ગુડ્સ અને સર્વિસ ટેક્સમાં લગભગ 64% યોગદાન આપવામાં આવ્યું હતું, જ્યારે સૌથી ધનિક 10% લોકોએ માત્ર 4% ફાળો આપ્યો હતો.
  • વર્તમાનમાં ભારતીય ગરીબો જીવનની મૂળભૂત જરૂરિયાતોને પણ ખરીદી શકતા નથી તેમજ ભૂખમરાથી પીડાતા ભારતીયોની સંખ્યા 19 કરોડથી વધીને 35 કરોડ જેટલી થઇ ગઇ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post