પદ્મ પુરસ્કાર 2023

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પદ્મ પુરસ્કાર – 2023 ની જાહેરાત

 • પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા વર્ષ 2023 માટેની પદ્મ પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
 • વર્ષ 2023 માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ 3 જોડી(Duo) સહિત કુલ 106 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે.
 • આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે.
 • ઉલ્લેખનીય છે કે પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓ, 7 મરણોત્તર પુરસ્કારો અને વિદેશી/NRI/PIO/OCI ની શ્રેણીમાં 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
 • ગુજરાતમાંથી એક પદ્મવિભૂષણ અને 7 પદ્મશ્રી એમ કુલ આઠ મહાનુભાવોને પદ્મ પુરસ્કારો એનાયત થશે.

2023 ના પુરસ્કારોની ઝાંકી

 • દેશની કેટલીક જાણીતી પ્રતિભાઓને વર્ષ 2023ના પુરસ્કારો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
 • જાણીતી હસ્તીઓની વાત કરીએ તો પ્રખ્યાત બિઝનેસમેન નારાયણ મૂર્તિના પત્ની અને જાણીતા લેખક સુધા મૂર્તિ તથા જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાને પદ્મભૂષણ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
 • દિવંગત બિઝનેસમેન રાકેશ ઝૂનઝૂનવાલાને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 • પ્રખ્યાત ફિલ્મ RRR ના સંગીતકાર એમ.એમ.કિરવાણી અને બોલિવૂડના અભિનેત્રી રવિના ટંડનને પદ્મશ્રી પુરસ્કાર આપવાની  જાહેરાત કરવામાં આવી છે.
 • આત્મનિર્ભર નાના ખેડૂત તુલા રામ      ઉપ્રેતી(98 વર્ષ)ને પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરી જૈવિક ખેતીના પ્રચાર પ્રસાર અર્થે પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
 • પય્યાનુરના ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની વી.પી. અપ્પુકુટ્ટન પોદુવાલને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
 • બાળ ચિકિત્સાક્ષેત્રે ORSની શોધમાં મહત્ત્વનું યોગદાન આપનાર દિલીપ મહાલનોબીસને દવા ક્ષેત્રે પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.
 • 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી સહિત કુલ 106 પદ્મ પુરસ્કારોની યાદી નીચે મુજબ છે.

પદ્મ વિભૂષણ પુરસ્કાર 2023ના વિજેતાઓ

પદ્મ પુરસ્કારોમાં સૌથી પ્રતિષ્ઠિત એવો પદ્મ વિભૂષણ પુરસ્કાર વર્ષ 2023 માં 6 મહાનુભાવોને એનાયત કરાશે જેમની યાદી નીચે મુજબ છે :

ક્રમ નામ ક્ષેત્ર રાજ્ય/દેશ
1 બાલકૃષ્ણ દોશી(મરણોપરાંત) અન્ય – આર્કિટેક્ચર ગુજરાત
2 ઝાકિર હુસેન કલા મહારાષ્ટ્ર
3 એસ.એમ. કૃષ્ણ જાહેર બાબતો કર્ણાટક
4 દિલીપ મહાલનોબીસ (મરણોપરાંત) દવા પશ્ચિમ બંગાળ
5 શ્રીનિવાસ વરાધન વિજ્ઞાન અને ઇજનેરી USA
6 મુલાયમસિંહ યાદવ(મરણોપરાંત) જાહેર બાબતો ઉત્તર પ્રદેશ

પદ્મ ભૂષણ પુરસ્કાર 2023ના વિજેતાઓ

 • પદ્મ પુરસ્કારોમાં બીજો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર એટલે પદ્મ ભૂષણ પુરસ્કાર.
 • વર્ષ 2023 માં 9 મહાનુભાવોને પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરાશે જેમની યાદી નીચે મુજબ છે :
ક્રમ નામ ક્ષેત્ર રાજ્ય
1 એસ.એલ. ભૈરપ્પા સાહિત્ય અને શિક્ષણ કર્ણાટક
2 કુમાર મંગલમ બિરલા વેપાર અને ઉદ્યોગ મહારાષ્ટ્ર
3 દીપક ધર વિજ્ઞાન અને ઇજનેરી મહારાષ્ટ્ર
4 વાણી જયરામ કલા તમિલનાડુ
5 સ્વામી ચિન્ના જીયર અન્ય- આધ્યાત્મિકતા તેલંગાણા
6 સુમન કલ્યાણપુર કલા મહારાષ્ટ્ર
7 કપિલ કપૂર સાહિત્ય અને શિક્ષણ દિલ્હી
8 સુધા મૂર્તિ સામાજિક કાર્ય કર્ણાટક
9 કમલેશ ડી. પટેલ અન્ય – આધ્યાત્મિકતા તેલંગાણા

પદ્મશ્રી પુરસ્કાર 2023ના વિજેતાઓ

 • પદ્મ પુરસ્કારોમાં ત્રીજો પુરસ્કાર એટલે પદ્મશ્રી પુરસ્કાર.
 • વર્ષ 2023 માં 91 મહાનુભાવોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે જેની યાદી નીચે મુજબ છે :   
ક્રમ નામ ક્ષેત્ર રાજ્ય/દેશ
1. ડૉ. સુકામા આચાર્ય અન્ય – આધ્યાત્મિકતા હરિયાણા
2. સુશ્રી જોધૈયાબાઇ બૈગા કલા મધ્યપ્રદેશ
3. શ્રી પ્રેમજીત બારીયા કલા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
4. કુ. ઉષા બારલે કલા છત્તીસગઢ
5. શ્રી મુનીશ્વર ચંદદાવર દવા મધ્યપ્રદેશ
6. શ્રી હેમંત ચૌહાણ કલા ગુજરાત
7. શ્રી ભાનુભાઇ ચિતારા કલા ગુજરાત
8. કુ. હિમોપ્રોવા ચૂટિયા કલા આસામ
9. શ્રી નરેન્દ્ર ચંદ્ર દેવવર્મા (મરણોપરાંત) જાહેર બાબતો ત્રિપુરા
10. કુ. સુભદ્રા દેવી કલા બિહાર
11. શ્રી ખાદર વલ્લી દુડેકુલા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કર્ણાટક
12. શ્રી હેમચંદ્ર ગોસ્વામી કલા આસામ
13. કુ. પ્રિતિકાના ગોસ્વામી કલા પશ્ચિમ બંગાળ
14. શ્રી રાધા ચરણ ગુપ્તા સાહિત્ય અને શિક્ષણ ઉત્તરપ્રદેશ
15. શ્રી મોદડુગુ વિજય ગુપ્તા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ તેલંગાણા
16. શ્રી અહેમદ હુસૈન અને શ્રી મોહમ્મદ હુસૈન(બંનેની જોડીને એનાયત) કલા રાજસ્થાન
17. શ્રી દિલશાદ હુસૈન કલા ઉત્તરપ્રદેશ
18. શ્રી ભીખુ રામજી ઇદાતે સામાજિક કાર્ય મહારાષ્ટ્ર
19. શ્રી સી.આઇ. ઇસાક સાહિત્ય અને શિક્ષણ કેરળ
20. શ્રી રતન સિંહ જગ્ગી સાહિત્ય અને શિક્ષણ પંજાબ
21. શ્રી બિક્રમ બહાદુર જમાતિયા સામાજિક કાર્ય ત્રિપુરા
22. શ્રી રામકુઇવાંગબે જેને સામાજિક કાર્ય આસામ
23. શ્રી રાકેશ રાધેશ્યામ ઝુનઝુનવાલા (મરણોપરાંત) વેપાર અને ઉદ્યોગ મહારાષ્ટ્ર
24. શ્રી રતનચંદ્ર કર દવા આંદામાન અને નિકોબાર ટાપુઓ
25. શ્રી મહિપત કવિ કલા ગુજરાત
26. શ્રી એમ.એમ. કીરાવાણી કલા આંધ્ર પ્રદેશ
27. શ્રી આરીઝ ખંભાતા(મરણોપરાંત) વેપાર અને ઉદ્યોગ ગુજરાત
28. શ્રી પરશુરામ કોમાજી ખુને કલા મહારાષ્ટ્ર
29. શ્રી ગણેશ નાગપ્પા કૃષ્ણરાજનગરા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ આંધ્રપ્રદેશ
30. શ્રી માગુની ચરણ કુઆર કલા ઓડિશા
31. શ્રી આનંદ કુમાર સાહિત્ય અને શિક્ષણ બિહાર
32. શ્રી અરવિંદ કુમાર વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ઉત્તર પ્રદેશ
33. શ્રી ડોમરસિંહ કુંવર કલા છત્તીસગઢ
34. શ્રી રાઇઝિંગબોર કુરકાલંગ કલા મેઘાલય
35. સુશ્રી હીરાબાઇ લોબી સામાજિક કાર્ય ગુજરાત
36. શ્રી મૂળચંદ લોઢા સામાજિક કાર્ય રાજસ્થાન
37. કુ.રાની માચૈયા કલા કર્ણાટક
38. શ્રી અજયકુમાર માંડવી કલા છત્તીસગઢ
39. શ્રી પ્રભાકર ભાનુદાસ માંડે સાહિત્ય અને શિક્ષણ મહારાષ્ટ્ર
40. શ્રી ગજાનન જગન્નાથ માને સામાજિક કાર્ય મહારાષ્ટ્ર
41. શ્રી અંતર્યામી મિશ્રા સાહિત્ય અને શિક્ષણ ઓડિશા
42. શ્રી નાડોજા પિંડિપાપનહલ્લી મુનિવેંકટપ્પા કલા કર્ણાટક
43. પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ગુજરાત
44. ઉમાશંકર પાંડે સામાજિક કાર્ય ઉત્તરપ્રદેશ
45. શ્રી રમેશ પરમાર અને કુ. શાંતિ પરમાર(બંને જોડીને એનાયત) કલા મધ્યપ્રદેશ
46. ડૉ. નલિની પાર્થસારથી દવા પુડ્ડુચેરી
47. શ્રી હનુમંત રાવ પાસુપુલેતી દવા તેલંગાણા
48. શ્રી રમેશ પતંગે સાહિત્ય અને શિક્ષણ મહારાષ્ટ્ર
49. સુશ્રી ક્રિષ્ના પટેલ કલા ઓડિશા
50. શ્રી કે કલ્યાણસુંદરમ પિલ્લઇ કલા તમિલનાડુ
51. શ્રી વી.પી. અપ્પુકુટ્ટન પોડુવલ સામાજિક કાર્ય કેરળ
52. શ્રી કપિલ દેવ પ્રસાદ કલા બિહાર
53. શ્રી એસ.આર.ડી. પ્રસાદ રમતગમત કેરળ
54. શ્રી શાહ રશીદ અહેમદ કાદરી કલા કર્ણાટક
55. શ્રી સી.વી. રાજુ કલા આંધ્ર પ્રદેશ
56. શ્રી બક્ષી રામ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ હરિયાણા
57. શ્રી ચેરુવાયલ કે રામન અન્ય – કૃષિ કેરળ
58. કુ. સુજાતા રામદોરાઇ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેનેડા
59. શ્રી અબ્બારેડ્ડી નાગેશ્વર રાવ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ આંધ્રપ્રદેશ
60. શ્રી પરેશભાઇ રાઠવા કલા ગુજરાત
61. શ્રી બી રામકૃષ્ણ રેડ્ડી સાહિત્ય અને શિક્ષણ તેલંગાણા
62. શ્રી મંગળા કાંતિ રોય કલા પશ્ચિમ બંગાળ
63. કુ.કે.સી. રનરેમસંગી કલા મિઝોરમ
64. શ્રી વાડીવેલ ગોપાલ અને શ્રી માસી સદૈયાં (બંને જોડીને એનાયત) સામાજિક કાર્ય તમિલનાડુ
65. શ્રી મનોરંજન સાહુ દવા ઉત્તર પ્રદેશ
66. શ્રી પતયત સાહુ અન્ય – કૃષિ ઓડિશા
67. શ્રી ઋત્વિક સાન્યાલ કલા ઉત્તર પ્રદેશ
68. શ્રી કોટા સચ્ચિદાનંદ શાસ્ત્રી કલા આંધ્ર પ્રદેશ
69. શ્રી સંકુરાત્રી ચંદ્ર શેખર સામાજિક કાર્ય આંધ્ર પ્રદેશ
70. શ્રી કે શનાથોઇબા શર્મા રમતગમત મણિપુર
71. શ્રી નેક્રમ શર્મા અન્ય- કૃષિ હિમાલચ પ્રદેશ
72. શ્રી ગુરુચરણ સિંહ રમતગમત દિલ્હી
73. શ્રી લક્ષ્મણસિંહ સામાજિક કાર્ય રાજસ્થાન
74. શ્રી મોહન સિંહ સાહિત્ય અને શિક્ષણ જ્મ્મુ અને કાશ્મીર
75. શ્રી થૌનાઓજમ ચાઓબા સિંઘ જાહેર બાબતો મણિપુર
76. શ્રી પ્રકાશચંદ્ર સૂદ સાહિત્ય અને શિક્ષણ આંધ્ર પ્રદેશ
77. સુશ્રી નેહુનુઓ સોરહી કલા નાગાલેન્ડ
78. ડૉ. જનુમસિંહ સોય સાહિત્ય અને શિક્ષણ ઝારખંડ
79. શ્રી કુશોક થીક્સે નાવાંગ ચંબા સ્ટેનઝીન અન્ય – આધ્યાત્મિકતા લદ્દાખ
80. શ્રી એસ સુબ્બારામન અન્ય – પુરાતત્વ કર્ણાટક
81. શ્રી મોઆ સુબોંગ કલા નાગાલેન્ડ
82. શ્રી પાલમ કલ્યાણ સુંદરમ સામાજિક કાર્ય તમિલનાડુ
83. સુશ્રી રવિના રવિ ટંડન કલા મહારાષ્ટ્ર
84. શ્રી વિશ્વનાથ પ્રસાદ તિવારી સાહિત્ય અને શિક્ષણ ઉત્તર પ્રદેશ
85. શ્રી ધનીરામ  ટોટો સાહિત્ય અને શિક્ષણ પશ્ચિમ બંગાળ
86. શ્રી તુલા રામ ઉપ્રેતી અન્ય-કૃષિ સિક્કિમ
87. ડૉ. ગોપાલસામી વેલુચામી દવા તમિલનાડુ
88. ડૉ. ઇશ્વરચંદર વર્મા દવા દિલ્હી
89. કુમી નરીમાન વાડિયા કલા મહારાષ્ટ્ર
90. શ્રી કર્મ વાંગચુ(મરણોપરાંત) સામાજિક કાર્ય અરુણાચલ પ્રદેશ
91. શ્રી ગુલામ મુહમ્મદ ઝાઝ કલા જમ્મુ અને કાશ્મીર

પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગુજરાતીઓ

 • વર્ષ 2023 માં એક પદ્મ વિભૂષણ અને 7 પદ્મશ્રી એમ કુલ આઠ પદ્મ પુરસ્કારો વિવિધ ગુજરાતી પ્રતિભાઓને એનાયત કરાશે.
 • આ મહાનુભાવોના નામ અને સંલગ્ન કાર્યક્ષેત્ર નીચે મુજબ છે.
નામ સંલગ્ન ક્ષેત્ર પુરસ્કાર
બાલકૃષ્ણ દોશી(મરણોપરાંત) અન્ય – આર્કિટેક્ટ પદ્મ વિભૂષણ
હેમંત ચૌહાણ કલા પદ્મશ્રી
ભાનુભાઇ ચૌતારા કલા પદ્મશ્રી
મહિપત કવિ કલા પદ્મશ્રી
આરીઝ ખંભાતા (મરણોપરાંત) વેપાર અને ઉદ્યોગ પદ્મશ્રી
હીરાબાઇ લોબી સામાજિક કાર્ય પદ્મશ્રી
મહેન્દ્ર પાલ વિજ્ઞાન અને ઇજનેરી પદ્મશ્રી
પરેશભાઇ રાઠવા કલા પદ્મશ્રી

પદ્મ પુરસ્કારઃ ઇતિહાસ

 • પદ્મ પુરસ્કારો એ ભારત રત્ન પછીનું ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
 • સૌપ્રથમ વર્ષ 1954 માં ભારતરત્ન અને પદ્મ વિભૂષણ એમ બે પુરસ્કારો સ્થાપિત કરવામાં આવ્યા હતા.
 • આ પદ્મવિભૂષણમાં ત્રણ પેટા વર્ગો હતા જેને પહેલો વર્ગ, બીજો વર્ગ અને ત્રીજો વર્ગ તરીકે ઓળખવામાં આવતા.
 • બાદમાં વર્ષ 1955માં પદ્મવિભૂષણના પહેલા, બીજા અને ત્રીજા વર્ગને અનુક્રમે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી નામ આપવામાં આવ્યા હતા.
 • પદ્મ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરવામાં આવે છે.
 • વર્ષ 1978, 1979, 1993  અને 1997 ના વિક્ષેપો સિવાય દર વર્ષે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
 • સામાન્ય રીતે, એક વર્ષમાં 120 થી વધુ પદ્મ પુરસ્કારો આપવામાં આવતા નથી. પરંતુ તેમાં મરણોત્તર પુરસ્કારો અથવા NRI અને વિદેશીઓને આપવામાં આવતા પુરસ્કારોનો સમાવેશ થતો નથી.
 • વર્ષ 1954 માં સૌપ્રથમ પદ્મવિભૂષણ પુરસ્કાર મેળવનારા મહાનુભાવોમાં વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝ, કલાકાર નંદલાલ બોઝ, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી ઝાકિર હુસૈન, સામાજિક કાર્યકર બાલાસાહેબ ગંગાધર ખેર અને રાજદ્વારી વી.કે.કૃષ્ણ મેનનનો સમાવેશ થાય છે.
 • પ્રથમ બિન-ભારતીય પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનાર મહાનુભાવ ભૂટાનના રાજા જિગ્મે હોરજી વાંગચુક હતા, જેમને વર્ષ 1954માં આ એવોર્ડ વડે નવાજવામાં આવ્યા હતા.

પુરસ્કારમાં શું પ્રાપ્ત થાય છે?

 • સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે.
 • પુરસ્કાર મેળવનારને કોઇ રોકડ પુરસ્કાર મળતો નથી, પરંતુ મેડલિયન(મેડલ) અને રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલું પ્રમાણપત્ર મળે છે.
 • પુરસ્કાર પ્રાપ્ત થયેલા મહાનુભાવો જે તે સરકારી કે જાહેર સમારોહમાં આ મેડલ પહેરી શકે છે પરંતુ તેમના નામ આગળ પ્રત્યય કે ઉપસર્ગ તરીકે પદ્મપુરસ્કારોનો ઉપયોગ કરવામાં આવતો નથી.

પદ્મ પુરસ્કારોઃ કયા ક્ષેત્રોમાં પ્રાપ્ત થઇ શકે છે?

 • આ પુરસ્કારો અમુક પસંદગીની કેટેગરીમાં આપવામાં આવે છે જેમાં કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, નાગરિક સેવા અને રમત-ગમતનો સમાવેશ થાય છે.
 • ઘણી વખત ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર, માનવાધિકારોનું રક્ષણ, વન્યજીવ સંરક્ષણ જેવી અન્ય બાબતો માટે પણ પુરસ્કારો આપવામાં આવે છે.

પદ્મ પુરસ્કારોઃ પાત્રતા

 • જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના ભેદ વિના તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્રતા ધરાવે છે.
 • જો કે, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય વિવિધ જાહેર ક્ષેત્રો-PSUs અને સરકારી કર્મચારીઓ આ પુરસ્કારો માટે પાત્ર નથી.
 • આ પુરસ્કારો તેમની ‘લાંબા ગાળાની સેવાઓ’ને નહીં પરંતુ પસંદગીના માપદંડો અનુસાર ‘વિશેષ સેવાઓ’ અને અસાધારણ સિદ્ધિઓ કે સેવાઓ માટે આપવામાં આવે છે.

પદ્મ પુરસ્કારો માટે પસંદગી પ્રક્રિયા

 • ભારતનો કોઇપણ નાગરિક પોતાની જાતને કે અન્ય સંભવિત પ્રાપ્તકર્તા વ્યક્તિને નોમિનેટ કરી શકે છે.
 • આ તમામ નોમિનેશન ઓનલાઇન માધ્યમથી થાય છે જેમાં નામાંકિત વ્યક્તિ અને સંસ્થાની વિગતો સાથે ફોર્મ ભરવાનું હોય છે.
 • સાથોસાથ જે તે નામાંકનના અનુસંધાને તેમના કાર્યોની વિગતો સ્પષ્ટ કરતો આશરે 800 શબ્દોનો નિબંધ પણ નોમિનેશનને ધ્યાનમાં લેવા માટે સબમિટ કરવાનો હોય છે.
 • સરકાર દર વર્ષે 1 મે થી 15 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઇન નામાંકન પ્રાપ્ત કરવા માટે પદ્મ પુરસ્કાર પોર્ટલ ખોલે છે તથા વિવિધ રાજ્ય સરકારો, રાજ્યપાલો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને વિવિધ વિભાગોને નામાંકન મોકલવા માટે પત્ર લખે છે.
 • પદ્મ પુરસ્કાર માટે પ્રાપ્ત થયેલ તમામ નામાંકન પદ્મ પુરસ્કાર સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે, આ સમિતિનું ગઠન દર વર્ષે   વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.
 • પદ્મ પુરસ્કાર સમિતિનું નેતૃત્વ કેબિનેટ સચિવ કરે છે જેમાં ગૃહસચિવ, રાષ્ટ્રપતિના સચિવ તથા સભ્યો તરીકે ચાર થી છ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
 • સમિતિ દ્વારા રજૂ કરાયેલી ભલામણો બાદમાં રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે.
 • અંતિમ યાદી તૈયાર થતા પહેલાં પ્રારંભિક પસંદગી યાદી તૈયાર કરાય છે જેમાં વિવિધ કેન્દ્રીય એજન્સીની સેવાઓનો ઉપયોગ કરીને જે તે મહાનુભાવોની અહેવાલ અને ‘સેવાઓ’ ની યથાર્થતાની ચકાસણી કરાય છે.

પદ્મ પુરસ્કારો નકારી શકાય?

 • પુરસ્કાર પ્રાપ્ત કર્તાઓને અંતિમ યાદી જાહેર થયા પૂર્વે ગૃહ મંત્રાલય દ્વારા જાણ કરાય છે.
 • આ સમયે તેઓ પુરસ્કાર મેળવવા માંગતા ન હોય તો ઇનકાર કરી શકે છે.
 • તેમના ઇનકાર અનુસાર તેમનું નામ પસંદગી યાદીમાંથી દૂર કરી દેવામાં આવે છે.
 • જો કે આ પુરસ્કારોનો જાહેર ઇનકાર કરવાના અમુક કિસ્સાઓ પણ બન્યા છે.
 • જાણીતા ઇતિહાસકાર રોમિલા થાપરે 1992 અને પછી 2005માં પદ્મ ભૂષણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઇ.એમ.એસ નમ્બૂદ્રિપદે પણ વર્ષ 1992 માં પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરવાનો ઇનકાર કર્યો હતો તેમજ વર્ષ (2000)માં સ્વામી રંગનાથાનંદે આ પુરસ્કારને નકાર્યો હતો.
 • અમુક કિસ્સામાં પુરસ્કાર પ્રાપ્તકર્તાએ વિરોધ દર્શાવવા પોતાનો પુરસ્કાર પાછો મોકલ્યો હતો. જેમ કે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે રાજ્યમાં ઉગ્ર ખેડૂતોના વિરોધના પગલે વર્ષ 2020માં પોતાનો પદ્મ વિભૂષણ પુરસ્કાર પરત કર્યો હતો.
 • ઉપરાંત જે તે પ્રાપ્તકર્તા દ્વારા ગંભીર ગેરવર્તણૂકના કિસ્સામાં ભારતના રાષ્ટ્રપતિ તેમનો પદ્મ પુરસ્કાર રદ્દ કરી શકે છે. જેમ કે કુસ્તીબાજ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુશીલ કુમાર એક હત્યાના કેસમાં ફસાયા ત્યારે તેમનો પદ્મ પુરસ્કાર રદ્દ કરવામાં આવ્યો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post