પદ્મ લક્ષ્મી કેરળની પહેલી ટ્રાન્સજેન્ડર લૉયર બની

પદ્મ લક્ષ્મી કેરળની પહેલી ટ્રાન્સજેન્ડર લૉયર બની

  • પદ્મ લક્ષ્મી કેરળની પહેલી ટ્રાન્સજેન્ડર લૉયર બની છે. બાર કાઉન્સિલ ઓફ સ્ટેટ દ્વારા પદ્મ લક્ષ્મીને સર્ટિફાઈડ લૉયરનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. વર્ષ 2017માં ભારતને પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ મળ્યા  હતા જ્યારે 2017 માં પશ્ચિમ બંગાળમાં ઇસ્લામપુરની લોક અદાલતમાં જોયિતા મંડલને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવી.

વિશેષ

  • 2018માં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ વિદ્યા કાંબલેને મહારાષ્ટ્રમાં નાગપુરમાં લોક અદાલતમાં સભ્ય જજ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તે વર્ષ પછી, દેશને ત્રીજા ટ્રાન્સજેન્ડર જજ, સ્વાતિ બિધાન બરુઆહ મળ્યા, જેઓ ગુવાહાટીના છે.
  • ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ચૂંટણી એમ્બેસેડર ગૌરી સાવંત(મહારાષ્ટ્ર) હતા.
  • દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટીની સ્થાપના કુશીનગર, ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવશે.
  • ભારતમાં કોમન સર્વિસ સેન્ટરની પ્રથમ ટ્રાન્સજેન્ડર ઓપરેટર ગુજરાતના વડોદરા જિલ્લાની ઝોયા ખાન છે.
  • ભારતમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા નર્થકી નટરાજ ભારતના પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તેણીનો જન્મ તમિલનાડુના મદુરાઈ નજીકના ગામમાં થયો હતો.
  • ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ સત્યશ્રી શર્મિલા છે. તેણીએ તમિલનાડુ અને પુડુચેરીની બાર કાઉન્સિલમાં પોતાનું નામ નોંધાવ્યું.
  • ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ ઓફિસર પ્રિતિકા યાશિની છે. તે તમિલનાડુમાં પ્રથમ ટ્રાન્સ વુમન સબ-ઇન્સ્પેક્ટર બની હતી.
  • મંજમ્મા જોગતી વર્ષ 2021માં કલામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રી સન્માન મેળવનાર ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર લોક નૃત્યાંગના બની હતી.

Leave a Comment

Share this post