નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(Deputy NSA) તરીકે આઇપીએસ અધિકારી પંકજસિંહની નિમણૂક

નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(Deputy NSA) તરીકે આઇપીએસ અધિકારી પંકજસિંહની નિમણૂક

  • બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસેફ) ના નિવૃત્ત મહાનિર્દેશક (ડિરેક્ટર જનરલ) પંકજ કુમાર સિંહને  નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (ડેપ્યુટી એનએસએ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • પંકજ સિંહને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં બે વર્ષ માટે ડેપ્યુટી એનએસએ બનાવવામાં આવ્યા છે.
  • તેઓ 31 ડિસેમ્બર, 2022ના રોજ બીએસએફના વડા તરીકે નિવૃત્ત થયા હતા.
  • વર્ષ 1996 માં, તેમણે પોલીસ સ્થાપનામાં સુધારા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, ત્યારબાદ સરકારે આઇબી, સીબીઆઇ, વિદેશ સચિવ, રો ચીફ અને કેન્દ્રીય ગૃહ સચિવને ઓછામાં ઓછા બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ આપવાનું શરૂ કર્યું .

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor-NSA)

  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) એ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વરિષ્ઠ અધિકારી છે, અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતો પર ભારતના વડા પ્રધાનના મુખ્ય સલાહકાર છે .
  • અજિત ડોભાલ વર્તમાન NSA છે, અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેવો જ રેન્ક ધરાવે છે.
  • વર્ષ 1998માં વડાપ્રધાનના તત્કાલીન મુખ્ય સચિવ બ્રજેશ મિશ્રાને ભારતના પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • આ પદ  19 નવેમ્બર 1998 ના રોજ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું .

Leave a Comment

Share this post