સરમુખત્યારની વિદાય : પરવેઝ મુશર્રફનું નિધન

સરમુખત્યારની વિદાય : પરવેઝ મુશર્રફનું નિધન

  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું 5 ફેબ્રુઆરી,2023ના રોજ લાંબી માંદગી બાદ નિધન થયું છે.
  • પરવેઝ મુશર્રફે ઑક્ટોબર,1999માં સૈન્ય વિદ્રોહ કરીને પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લીધી હતી.
  • જૂન,2001માં જનરલ મુશર્રફે સૈન્ય પ્રમુખના પદ પરથી પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા અને પાકિસ્તાનના 10મા રાષ્ટ્રપતિ બની ગયા હતા. એપ્રિલ,2002માં એક વિવાદાસ્પદ જનમતથી મુશર્રફ વધારે પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બની ગયા.
  • ઑક્ટોબર-નવેમ્બર 2007માં મુશર્રફ ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા
  • પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ,1943ના રોજ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં સમૃદ્ધ પરિવારમાં થયો હતો. વર્ષ 1947માં વિભાજન બાદ મુશર્રફનો પરિવાર કરાચી રહેવા ગયો.
  • પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા વર્ષ 1998માં જનરલ પરવેશ મુશર્રફને પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ બનાવવામાં આવ્યા હતા.
  • પરવેઝ મુશર્રફે જ 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના ભારત સામે કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું.
  • પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે દ્વારા પરવેઝ મુશર્રફને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
  • પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં 3 નવેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનમાં ઈમરજન્સી લાદવા અને ડિસેમ્બર,2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
  • પરવેઝ મુશર્રફને થયેલ બીમારીનું નામ : એમીલોઇડિસિસ (એક ગંભીર અને જીવલેણ રોગ છે. આ રોગને કારણે હૃદય, લીવર, કિડની અને શરીરના અન્ય ભાગોમાં એમીલોઈડ પ્રોટીન બને છે)

Leave a Comment

Share this post