PM મોદીએ દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ દેશને સમર્પિત કર્યું

PM મોદીએ દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ દેશને સમર્પિત કર્યું

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હુબલી-ધારવાડમાં શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર ‘વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ નવનિર્મિત રેલ્વે પ્લેટફોર્મ કે જેની લંબાઇ 1507 મીટર હોવાથી તેને તાજેતરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે, હુબલી સ્ટેશનનું નિર્માણ 20 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.
  • પ્રધાનમંત્રીએ નવનિર્મિત IIT ધારવાડના કેમ્પસનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી દ્વારા જ સંસ્થાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રદેશમાં કનેક્ટિવિટી વધારવા માટે હોસાપેટે – હુબલી – તિનાઇઘાટ સેક્શનના વિદ્યુતીકરણ અને અપગ્રેડ કરવામાં આવેલા હોસાપેટે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું.

ભારતમાં સૌથી લાંબા રેલ્વે પ્લેટફોર્મ

  1. હુબલી રેલ્વે સ્ટેશન : શ્રી સિદ્ધારુધા સ્વામીજી હુબલી સ્ટેશન (વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ :1507 મીટર લાંબુ પ્લેટફોર્મ)
  2. ગોરખપુર રેલ્વે સ્ટેશન : ઉત્તર પ્રદેશ : 1,366મીટર લાંબુ પ્લેટફોર્મ
  3. કોલ્લમ જંકશન : કેરળ : 1,180.5  મીટર લાંબુ પ્લેટફોર્મ
  4. કોલ્લમ જંકશન : પશ્ચિમ બંગાળ : 1,072.5  મીટર લાંબુ પ્લેટફોર્મ

ટવીન સિટી

જોડિયા શહેરોના નામ રાજ્યનું નામ
વિજયવાડા અને ગુંટુર આંધ્ર પ્રદેશ
ગુવાહાટી અને દિસપુર આસામ
મુંગેર અને જમાલપુર બિહાર
દુર્ગ અને ભિલાઈ છત્તીસગઢ
સુરત અને નવસારી ગુજરાત
અમદાવાદ અને ગાંધીનગર ગુજરાત
પુણે અને પિંપરી-ચિંચવડ મહારાષ્ટ્ર
મુંબઈ અને નવી મુંબઈ મહારાષ્ટ્ર
કટક અને ભુવનેશ્વર ઓડિશા
હુબલી અને ધારવાડ કર્ણાટક
કોચી અને એર્નાકુલમ કેરળ
હૈદરાબાદ અને સિકંદરાબાદ તેલંગાણા
વારાણસી અને મુગલસરાય ઉત્તર પ્રદેશ
નોઇડા અને ગ્રેટર નોઇડા ઉત્તર પ્રદેશ
કોલકાતા અને હાવડા પશ્ચિમ બંગાળ
આસનસોલ અને દુર્ગાપુર પશ્ચિમ બંગાળ
જલપાઈગુડી અને સિલીગુડી પશ્ચિમ બંગાળ
હૈદરાબાદ અને સિકંદરાબાદ તેલંગાણા

Leave a Comment

Share this post