PM મોદી 4 જુલાઈએ વર્ચ્યુઅલ રીતે SCO સમિટની અધ્યક્ષતા કરશે

PM મોદી 4 જુલાઈએ વર્ચ્યુઅલ રીતે SCO સમિટની અધ્યક્ષતા કરશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઈએ વર્ચ્યુઅલ રીતે SCO કાઉન્સિલ ઑફ હેડ ઑફ સ્ટેટની 22મી સમિટની અધ્યક્ષતા કરશે. આ સમિટની થીમ ‘ટુવર્ડ્સ એ સિક્યોર SCO’ છે. 2018 SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SECURE ટૂંકાક્ષરનો ઉપયોગ કર્યો હતો, તેનો અર્થ સુરક્ષા, અર્થતંત્ર અને વેપાર, કનેક્ટિવિટી, એકતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા અને પર્યાવરણ માટે આદર થાય છે.
  • SECURE : Security, Economy and Trade, Connectivity, Unity, Respect for Sovereignty and Territorial Integrity and Environment.
  • SCOના ભારતના અધ્યક્ષપદ દરમિયાન આ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારતે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરે સમરકંદ સમિટમાં SCOનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તમામ SCO સભ્ય દેશો, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈરાન, બેલારુસ અને મોંગોલિયાને ઓબ્ઝર્વર સ્ટેટ્સ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. SCO પરંપરા મુજબ, તુર્કમેનિસ્તાનને પણ અધ્યક્ષના અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Comment

Share this post