પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રભાબેન શાહનું નિધન

પ્રભાબેન શાહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સામાજિક કાર્યકર (social activist) અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા (Padma Shri awardee) હતા.

  • તેમણે દીવ (Diu), દમણ (Daman) અને ગોવા (Goa) માં અનેક સમાજ ઉદ્ધારક કાર્યો કર્યા છે.
  • તેમની નિઃસ્વાર્થ સેવાઓ માટે, પ્રભાબેનને જાન્યુઆરી 2022 માં સામાજિક કાર્ય શ્રેણીમાં પદ્મશ્રી, ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
  • તે છેલ્લા છ દાયકાથી મહિલા સશક્તિકરણ અને પર્યાવરણીય મુદ્દાઓ માટે કામ કરી રહ્યા હતા.
  • પ્રભાબેનનો જન્મ 1930માં સુરત જિલ્લાના બારડોલી શહેરમાં થયો હતો અને 1963માં દમણમાં સ્થાયી થયા હતા. તે બારડોલી શહેરમાં સ્વરાજ આશ્રમ સાથે સંકળાયેલા હતા અને બાળપણથી જ ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.
  • 1969 માં, પ્રભાબેને દમણમાં મહિલાઓ માટે ટેલરિંગ ક્લાસ શરૂ કર્યા, તેમણે મહિલા સહકારી મંડળી અને મહિલા ક્રેડિટ સોસાયટી પણ શરૂ કરી. તેમણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની બાલવાડી (નર્સરી) અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય પણ શરૂ કર્યું.
  • પ્રભાબેને દહેજ પ્રથા નાબૂદી માટે પણ કામ કર્યું હતું. તેમનું કાર્યક્ષેત્ર માત્ર દમણ અને દીવ અને DNH પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સુધી પણ હતું.

Leave a Comment

Share this post