પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

કેન્દ્રીય કેબિનેટ દ્વારા 2023ના વર્ષ માટે મફત રાશન વિતરણ માટેની નવી યોજનાનું નામ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)’ રાખવામાં આવ્યું છે. આ યોજના દ્વારા દેશના 80 કરોડથી વધુ ગરીબ લોકોને ફાયદો થશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે

 • આ યોજના 1લી જાન્યુઆરી 2023થી અમલીકૃત કરવામાં આવી છે.
 • લાભાર્થીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને અને સમગ્ર રાજ્યોમાં એકરૂપતા જાળવવા માટે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ પાત્રતા મુજબ PMGKAY હેઠળ તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાઇમરી હાઉસહોલ્ડર્સ (PHH) લાભાર્થીઓને વર્ષ 2023 માટે મફત અનાજ પ્રદાન કરવામાં આવશે.
 • આ સંકલિત યોજના ગરીબોને અનાજની પહોંચ અને ઉપલબ્ધતાના સંદર્ભમાં ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013ની જોગવાઈઓને મજબૂત બનાવશે.
 • નોડલ મંત્રાલય : ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને દરેક રાજ્ય સંચાલિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)
 • આ યોજના જાહેર વિતરણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી નીચે મુજબની બે વર્તમાન ખાદ્ય સબસિડી યોજનાઓને સમાવિષ્ટ કરશેઃ
 1. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(FCI) ને ખાદ્ય સબસિડી.
 2. વિકેન્દ્રિત પ્રાપ્તિ રાજ્યો માટે ખાદ્ય સબસિડી (જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ રાજ્યોને મફત અનાજ ખરીદી, ફાળવણી અને પહોંચાડવા સંબંધિત કાર્ય કરે છે)
 • મફત ખાદ્ય અનાજ સમગ્ર ભારતમાં ‘એક દેશ એક રેશન કાર્ડ’ (One Nation One Ration Card) હેઠળ પોર્ટેબિલિટીના એક સમાન અમલીકરણની ખાતરી કરશે, જેનાથી પસંદગી આધારિત પ્લેટફોર્મ મજબૂત બનશે.
 • ભારત સરકાર વર્ષ 2023 માં 2 લાખ કરોડ રૂ. થી પણ વધુ ખાદ્ય સબસિડી આપશે તેમજ આ નવી યોજનાનો ઉદ્દેશ એકરૂપતા અને પારદર્શિતા લાવીને લાભાર્થી સ્તરે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવાનો છે.

 • નવી યોજનામાં, સરકારે એક વર્ષ માટે અનાજ મફતમાં ઉપલબ્ધ કરાવ્યું છે.
 • પરંતુ હવે વધારાનો જથ્થો, જે કોવિડ રોગચાળા દરમિયાન  ઉપલબ્ધ હતો, તે આ લાભાર્થીઓને આપવામાં આવશે નહીં. તેઓને તેટલા જ પ્રમાણમાં અનાજ મળશે, જેના માટે તેઓ NFSA હેઠળ હકદાર છે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો

 • દેશમાં સામાન્ય લોકો માટે અનાજ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સંસદમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 પસાર કરીને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો હતો.
 • આ કયદાનો ઉદ્દેશ્ય લોકોને પોષણક્ષમ દરે પર્યાપ્ત ગુણવત્તાયુક્ત અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે જેથી તેઓ ખોરાક અને પોષણ સુરક્ષા મેળવી શકે અને સન્માનપૂર્વક જીવન જીવી શકે.
 • આ કાયદા હેઠળ, ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (TPDS) હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં 75 ટકા અને શહેરી વિસ્તારોમાં 50 ટકા સુધીની વસ્તીને સબસિડીવાળા દરે અનાજ આપવામાં અવે છે. આમ, આ કાયદા હેઠળ દેશની લગભગ બે તૃતીયાંશ વસ્તીને આવરી લેવામાં આવી છે.
 • રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ, લાભાર્થીઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રાથમિકતા ધરાવતા પરિવારો (PHH) અને અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારોને પ્રતિ મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે.

Leave a Comment

Share this post