પ્રહરી એપ

પ્રહરી એપ

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં સીમા સુરક્ષા દળ (BSF) જવાનો માટે ‘પ્રહરી ​​એપ’ લોન્ચ કરી હતી. ઉપરાંત, ગૃહ મંત્રાલય દ્વારા બોર્ડર ગાર્ડિંગ ઓર્ગેનાઈઝેશનના વહીવટ, તાલીમ અને કામગીરીની સમજ વધારવા માટે 13 BSF મેન્યુઅલમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

પ્રહરી એપ વિશે

  • પ્રહરી ​​એપ BSFના જવાનોને વ્યક્તિગત રીતે તેમના મોબાઇલ પર આવાસ, આયુષ્માન યોજના અને રજાઓ સબંધિત જાણકારી ઉપલબ્ધ કરાવશે.
  • આ એપ બાયો ડેટાની ઉપલબ્ધતા, કેન્દ્રીકૃત જાહેર ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ’ (CP-GRAMS) પર ફરિયાદ નિવારણ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ ઉપલ્બ્ધ કરાવશે.
  • આ એપ BSFના જવાનોને ગૃહ મંત્રાલયના પોર્ટલ સાથે પણ જોડશે.

સીમા સુરક્ષા દળ (Border Security Force – BSF)

  • 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના પરિણામે સીમા સુરક્ષા દળની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ કરવામાં આવી હતી. તેને ‘ફર્સ્ટ લાઇન ઑફ ડિફેન્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. BSFનું સુત્ર ‘જીવન પર્યંત કર્તવ્ય’ છે.
  • તે ગૃહ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે અને ભારતીય સંઘના સાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાંનુ એક છે. (અન્ય છ; આસામ રાઈફલ્સ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને સશત્ર સીમા બળ)
  • નોંધીએ કે ભારતીય સંઘના સાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાંથી એકમાત્ર સીમા સુરક્ષા દળ પાસે જ એર વિંગ, મરીન વિંગ, કમાન્ડો યુનિટ અને આર્ટિલરી રેજિમેન્ટ છે.
  • તેની મુખ્ય જવાબદારી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ સાથેની ભારતીય સીમા પર સતત નિગરાની દ્વારા ભારત ભૂમીની રક્ષા અને આંતરષ્ટ્રીય ગુનાઓને રોકવાની છે. આમ તે કુલ 6000 કિ.મી.થી લાંબી આંતરરાષ્ટ્રીય સરદહની સુરક્ષા કરે છે.
  • ઉપરાંત, સીમાવર્તી વિસ્તારોમાં રહેનાર લોકોમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાની જવાબદારી તથા સરદહ પર થતાં ગુનાઓ જેવા કે ચોરી-લૂંટફાટ ઘુસણખોરી તથા અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવાનું તેમજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને સેનાને બળવા-વિરોધી કામગીરીમાં મદદ કરવાનું કાર્ય પણ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવે છે.
  • સીમા સુરક્ષા દળનું નેતૃત્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી હોય તેમના દ્વારા જ કરવામાં આવે છે.

Leave a Comment

Share this post