સંરક્ષણ મંત્રાલય દ્વારા સશસ્ત્ર દળો માટે પ્રલય બેલેસ્ટિક મિસાઇલની ખરીદીને મંજૂરી

સંરક્ષણ મંત્રાલયની તાજેતરમાં આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન સશસ્ત્ર દળો માટે 120 પ્રલય બેલેસ્ટિક મિસાઇલની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી હતી.

  • આ પ્રલય મિસાઇલ સ્વદેશી રીતે વિકસિત નવી પેઢીની ક્વોસિબેલિસ્ટિક સરફેસ મિસાઇલ છે.
  • પ્રલય મિસાઇલ ભારતીય એરફોર્સ અને નેવીને એનાયત કરવામાં આવશે.

પ્રલય મિસાઇલની વિશેષતા

  • પ્રલય મિસાઇલનું નિર્માણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા કરવામાં આવ્યું છે.
  • આ મિસાઇલ 150 થી 500 કિ.મી. સુધીની રેન્જમાં તેના લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે તેમજ તેની પ્રહાર ચોક્કસાઇ 10 મીટર (લક્ષ્યની 10 મીટરની અંદર મારવા સક્ષમ) છે.
  • આ મિસાઇલ 350 થી 700 કિ.ગ્રા. જેટલો વોરહેડ પણ લઇ જવા સક્ષમ છે.
  • આ મિસાઇલની ઝડપ લગભગ 2,000 કિ.મી. પ્રતિ કલાક છે અને તે ઇન્ફ્રારેડ અથવા થર્મલ સ્કેનરથી સજજ છે. જેથી તેનો ઉપયોગ રાત્રે દુશ્મન લક્ષ્યો પર હુમલો કરવા માટે થઇ શકે છે.
  • પ્રલય મિસાઇલ હવામાં ચોક્કસ અંતરની મુસાફરી કર્યા બાદ તેનો રૂટ બદલવામાં પણ સક્ષમ છે.

1 thought on “સંરક્ષણ મંત્રાલય દ્વારા સશસ્ત્ર દળો માટે પ્રલય બેલેસ્ટિક મિસાઇલની ખરીદીને મંજૂરી”

Leave a Comment

Share this post