પ્રસાદ યોજના : શ્રીશૈલમ – મલ્લિકાર્જુન સ્વામી મંદિર

શ્રીશૈલમ

  • પ્રસાદ યોજના હેઠળ આંધ્રપ્રદેશ રાજ્યમાં શ્રીશૈલમ મંદિરનો વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.

મલ્લિકાર્જુન સ્વામી મંદિર વિશે

  • શ્રીશૈલમ ખાતે ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગોમાંનું એક, શ્રી મલ્લિકાર્જુન સ્વામી મંદિર આવેલું છે.
  • મલ્લિકાર્જુન સ્વામી મંદિર નલ્લામાલા પર્વતોની ટોચ પર આવેલું છે અને તેની જમણી બાજુએ કૃષ્ણા નદી વહે છે. જે ટેકરી પર મંદિર સ્થિત છે તે શ્રી પર્વત, શ્રીગીરી, શ્રીનાગમ, સિરીધન જેવા નામોથી પણ ઓળખાય છે.
  • શ્રી મલ્લિકાર્જુન સ્વામીનું મુખ્ય મંદિર વિશાળ સંકુલનું બનેલું છે. મંદિર સંકુલમાં ભગવાન મલ્લિકાર્જુન અને ભ્રામારામ્બા દેવી માટે બે અલગ-અલગ મંદિરો સાથે મંડપ, ભવ્ય સ્તંભોવાળા હોલ, વૃધ્ધા મલ્લિકાર્જુન, સહસ્ર લિંગેશ્વર, અર્ધનારીશ્વર, વીરભદ્ર, ઉમા મહેશ્વર જેવા અન્ય નાના મંદિરો છે.
  • અંદરના પ્રાંગણમાં નવ બ્રહ્મા મંદિરો તરીકે ઓળખાતા નવ મંદિરોનો પણ સમાવેશ થાય છે. મંદિર પરિસરની આસપાસ એક ભવ્ય દિવાલ છે જે પથ્થરોથી બનેલી છે. આ દિવાલોમાં ચાર મુખ્ય દરવાજા છે, જે દ્વાર તરીકે ઓળખાય છે.
  • અંદરના પ્રાંગણના કેન્દ્રમાં શ્રી મલ્લિકાર્જુન સ્વામી મંદિર છે. મંદિરનું મુખ પૂર્વ તરફ છે અને તેમાં મુખ મંડપ, અંતરાલા અને ગર્ભગૃહ જેવા ભાગોનો સમાવેશ થાય છે. વિરાસોરો મંડપની પશ્ચિમ બાજુએ મુખા મંડપ છે, જેને મહા મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ મંદિરના મુખ્ય ભગવાન મલ્લિકાર્જુન સ્વામી છે. ભગવાન સ્વયંભૂ પ્રગટ હોવાનું કહેવાય છે. મંદિર કેમ્પસની અંદર, અન્ય મુખ્ય દેવતારૂપે ભ્રામરમ્બા દેવી છે, જે 18 મહાશક્તિઓમાંની એક છે. આને કારણે, તે જ્યોતિર્લિંગ તેમજ શક્તિપીઠ બંને તરીકે ઓળખાય છે.
  • શ્રી મલ્લિકાર્જુન સ્વામી મંદિર પ્રાચીન સમયથી અસ્તિત્વમાં હોવાનું જાણીતું છે. આ મંદિરનો ઉલ્લેખ વિવિધ શિલાલેખો અને ઐતિહાસિક તારણોમાંથી મળી શકે છે જે 2જી સદીની શરૂઆતમાં છે.
  • ચાલુક્ય સામ્રાજ્ય (ઇ. સ 624-848), અને કાકતીય સામ્રાજ્ય (ઇ.સ. 953-1323)એ મલ્લિકાર્જુન મંદિરના વિકાસમાં ફાળો આપ્યો હોવાનું કહેવાય છે. જો કે, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર ખૂબ પહેલા બાંધવામાં આવ્યું હતું, મુખ્યત્ત્વે તેનો જીર્ણોદ્ધાર વિજયનગરના શાસન દરમિયાન 1336 થી 1678 દરમિયાન થયો હતો.
  • વિજયનગરના શાસન દરમિયાન, મલ્લિકાર્જુન મંદિરનો મુખ મંડપમ તેની દક્ષિણ બાજુએ એક ગોપુરમ સાથે બાંધવામાં આવ્યો હતો. કૃષ્ણદેવરાયના શાસન દરમિયાન સાલુ મંડપ અને રાજગોપુરમ પણ બાંધવામાં આવ્યા હતા. પાછળથી 1674 માં, મરાઠા રાજા છત્રપતિ શિવાજીએ પણ મંદિરના વિવિધ ભાગોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

Leave a Comment

Share this post