9 જાન્યુઆરીઃ પ્રવાસી ભારતીય દિવસ  

9 જાન્યુઆરીઃ પ્રવાસી ભારતીય દિવસ

 • 17માં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન 8થી 10 જાન્યુઆરી, 2023 દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે કરવામાં આવશે.
 • થીમ – ‘ડાયાસ્પોરા : અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો’
 • ‘પ્રવાસી ભારતીય દિવસ’ અથવા ‘Non Resident Indian Day’ની ઉજવણી દર વર્ષે 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. વર્ષ 2015 થી દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવે છે.
 • આ ઉજવણીનો ઉદ્દેશ વિદેશમાં વસતા ભારતીય સમુદાયના ભારત સાથે જોડાણને મજબૂત કરવાનો છે. તેમજ આ દિવસની ઉજવણીની મદદથી ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવામાં આવે છે.
 • 9 જાન્યુઆરી, 1915 ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓની ભારતના ‘મહાન પ્રવાસી’ તરીકે ગણના થાય છે.
 • પ્રવાસી ભારતીય દિવસ સંમેલન કેન્દ્ર સરકારને વિશ્વના વિવિધ ભાગોમાં વસતાં ભારતીય ડાયસ્પોરા સમુદાય સાથે વાર્તાલાપ કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
 • આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003 માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ દ્વારા કરાવવામાં આવી હતી.
 • આ અંગેની ભલામણ લક્ષ્મીમલ સિંઘવીની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા કરવામાં આવી હતી.
 • પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન વર્ષ 2003 માં નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.
 • 13 મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.
 • કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્રારા રિજનલ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ભારત બહાર કરવામાં આવે છે.

2 thoughts on “9 જાન્યુઆરીઃ પ્રવાસી ભારતીય દિવસ  ”

 1. જો શક્ય હોય તો બધી ન્યુઝની નોટીફિકેશન આવે એવી વ્યવસ્થા વઘુ સારી રહેશે

  Reply

Leave a Comment

TOPICS : ,

Share this post