રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત

  • ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુરીનામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યાં છે. સુરીનામ રિપબ્લિકના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીએ સોમવારે તેમને ‘ધ ગ્રાન્ડ ઑર્ડર ઑફ ધ ચેઈન ઑફ યલો સ્ટાર’ એવૉર્ડ એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ આ એવૉર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યાં છે.
  • ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ તેમની પ્રથમ વિદેશ યાત્રા અંતર્ગત સુરીનામ પહોંચ્યા હતા. રાજધાની પરમારિબોના જોહાન એડોલ્ફ પેંગેલ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ચંદ્રિકા સંતોખી દ્વારા તેમનું સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
  • બંને દેશો વચ્ચે 4 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MOU આરોગ્ય, કૃષિ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે.
  • શ્રીમતી મુર્મુ પાંચમી જૂને સુરીનામમાં ભારતીયોના આગમનની 150 મી વર્ષગાંઠની ઉજવણીના મુખ્ય અતિથિ રહ્યા  હતા.
  • 1975માં નેધરલેન્ડથી સ્વતંત્ર થનાર સૂરીનામ કે ડચ ગિયાના એ દક્ષિણ અમેરિકાના ઉત્તરપૂર્વીય કિનારે આવેલો નાનો દેશ છે. તેનું સત્તાવાર નામ સુરીનામનું પ્રજાસત્તાક છે. તે કેરેબિયન કોમ્યુનિટી (CARICOM) નો સભ્ય છે. તે યુરોપની બહાર એકમાત્ર સાર્વભૌમ રાષ્ટ્ર છે જ્યાં ડચ સત્તાવાર ભાષા છે. પહેલાં તે નેધરલેન્ડસ્ ગિયાના કે ડચ ગિયાના નામે જણીતું હતું. પારામારિબો તેની રાજધાની છે. તે ગિયાના અને ફ્રેન્ચ ગિયાના વચ્ચે આવેલું છે.
  • તે ઉત્તરમાં એટલાન્ટિક મહાસાગર, પૂર્વમાં ફ્રેન્ચ ગુયાના, પશ્ચિમમાં ગયાના અને દક્ષિણમાં બ્રાઝિલથી ઘેરાયેલું છે.
  • 1873માં સૌપ્રથમવાર સુરીનામમાં વાવેતર માટે ભારતીય ખેડૂતોને લઈ જવામાં આવ્યા હતા. ઓગણીસમી સદીમાં, હજારો ભારતીય અને ચીની મજૂરો વિશ્વભરમાં વૃક્ષારોપણ, ખાણોમાં અને માર્ગ અને રેલ્વે બાંધકામ પ્રોજેક્ટ પર કામ કરવા ગયા હતા. ભારતમાં, કરારબદ્ધ મજૂરોને કરાર હેઠળ રાખવામાં આવ્યા હતા જેમાં તેઓએ તેમના એમ્પ્લોયરના વાવેતર પર પાંચ વર્ષ કામ કર્યા પછી ભારત પરત ફરવાનું વચન આપ્યું હતું.
  • ભારતીય કરારબદ્ધ સ્થળાંતર કરનારાઓના મુખ્ય સ્થળો કેરેબિયન ટાપુઓ (મુખ્યત્વે ત્રિનિદાદ, ગુયાના અને સુરીનામ, મોરિશિયસ અને ફિજી હતા.

Leave a Comment

Share this post