રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ જેટથી 30 મિનિટ ઉડાન ભરી

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ જેટથી 30 મિનિટ ઉડાન ભરી

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30MKI ફાઇટર જેટથી 30 મિનિટ ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ આ પ્રકારનો સોર્ટી લેનારા બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. તે રશિયા દ્વારા વિકસિત બે સીટર ફાઇટર એરક્રાફ્ટ છે. તે ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા લાઇસન્સ હેઠળ બનાવવામાં આવ્યું છે.
  • રાષ્ટ્રપતિ ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના ઉડાન ભરીને બે વર્લ્ડ રેકોર્ડ

  • તેમના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સુખોઈમાં ઉડાન ભરી ચૂક્યા છે. તેણે 2009માં પુણે એરફોર્સ બેઝ પરથી સુખોઈ ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. 2009માં પ્રતિભા પાટીલે સુખોઈમાં ઉડાન ભરીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાં હતા. તેઓ સુખોઈમાં ઉડાન ભરનારાં કોઈ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તેમજ કોઈ દેશનાં સૌથી વૃદ્ધ મહિલા (74 વર્ષ) હતા. તેમનું નામ ગિનીઝ બુકમાં પણ નોંધાયેલું છે.
  • પ્રતિભા પાટીલ પહેલાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ રહીને 8 જૂન, 2006ના રોજ સુખોઈમાં ઉડાન ભરી ચૂક્યા છે. (એરફોર્સ સ્ટેશન પુણે) આવું કરનારા તેઓ દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા.
  • નિર્મલા સીતારમણ જ્યારે રક્ષામંત્રી હતા ત્યારે તેમણે પણ 17 જાન્યુઆરી 2018ના રોજ સુખોઈ 30MKIમાં ઉડાન ભરી હતી. તેઓ દેશનું સૌથી અદ્યતન ફાઈટર જેટ સુખોઈ ઉડાવનાર પ્રથમ મહિલા બન્યાં હતાં.

Leave a Comment

Share this post