વડાપ્રધાન મોદીએ PM-KISAN યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો

વડાપ્રધાન મોદીએ PM-KISAN યોજનાનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો

 • પ્રધાનમંત્રીએ કર્ણાટકના બેલાગવીમાં આશરે 16,000 કરોડ રૂપિયાની 13મી હપ્તાની રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ 8 કરોડથી વધુ લાભાર્થીઓને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા રિલીઝ કરી.આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને રૂ. 6000 પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં રૂ. 2000 દરેક લાભ આપવામાં આવે છે.
 • 24 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરથી “પીએમ – કિસાન” યોજનાનો શુભારંભ કર્યો હતો. 2023માં પીએમ – કિસાનની ચોથી  વર્ષગાંઠ ઉજવાઇ રહી છે.
 • આ યોજનાનો હેતુ ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે 100% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધી (PM-KISAN)

 • સહાયનું ધોરણ:
 • ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.6000/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે.
 • જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ 01/12/218 થી 31/03/2019 સુધીનો સમયગાળો રહેશે. ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.
 • જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારો (હાલના બાકાત માપદંડને આધિન) આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે.
 • ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓની નીચેની કેટેગરી આ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં.
 • તમામ સંસ્થાકીય જમીન ધારકો.
 • ખેડૂત પરિવારો જેમાં તેના એક અથવા વધુ સભ્યો નીચેની કેટેગરીમાં આવતા હોય. 
 1. બંધારણીય પદના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો
 2. પૂર્વ અને હાલના મંત્રીઓ / રાજ્યના પ્રધાનો અને લોકસભા / રાજ્યસભા / રાજ્ય વિધાનસભાઓ / રાજ્ય વિધાનસભાઓના પૂર્વ / વર્તમાન સભ્યો, મહાનગર પાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, જિલ્લા પંચાયતના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષો.
 • ખેડૂત પરિવારો જેમાં તેના એક અથવા વધુ સભ્યો નીચેની કેટેગરીમાં આવતા હોય. 
 1. કેન્દ્ર / રાજ્ય સરકારના મંત્રાલયો / કચેરીઓ / વિભાગો અને તેમના ક્ષેત્રના એકમો, કેન્દ્ર અથવા રાજ્ય પી.એસ.ઇ. અને સરકારની હેઠળ જોડાયેલી કચેરીઓ / સ્વાતંત્ર સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારી (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / વર્ગ IV/ ગ્રુપ ડી કર્મચારીઓ ને બાદ કરતાં) સે અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ.
 2. ઉપરોક્ત વર્ગના રિટાયર્ડ અધિકારીઓ જેમનું માસિક પેન્શન રૂ. 10000 /- અથવા વધુ હોય. (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / વર્ગ IV / ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતાં)
 3. બધા વ્યક્તિઓ કે જેમણે છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભર્યો હોય.
 4. ડોકટરો, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અને આર્કિટેક્ટ્સ જેવા વ્યવસાયિકો જે વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલા છે અને પોતાનો વ્યવસાય ચલાવતા હોય.

શિવમોગા એરપોર્ટ

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના શિવમોગા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટનો ઉપરનો ભાગ કમળના ફૂલની જેમ તૈયાર કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ લગભગ 450 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. દર કલાકે 300 મુસાફરો રોકાઇ શકે તેવી સગવડતા છે.

Leave a Comment

Share this post