પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023

તાજેતરમાં સમગ્ર ભારતમાંથી કુલ 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

 • 5 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, શૈક્ષણિક, સમાજ સેવા અને રમત-ગમત જેવી છ કેટેગરીઓમાં તેમની શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે.
 • દરેક એવોર્ડ વિજેતાને મેડલ આપવામાં આવે છે. આ સાથે તેને એક લાખ રૂપિયા અને પ્રમાણપત્ર પણ મળે છે.

મુખ્ય મુદ્દા

 • કુલ 11 બાળકોને કલા અને સંસ્કૃતિ (4), બહાદુરી (1), નવીનતા (2), સમાજ સેવા (1) અને રમતગમત (3) ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં, છ છોકરાઓ અને છ છોકરીઓનો સમાવેશ થાય છે.

પુરસ્કાર વિજેતાઓ

 1. હનાયા નિસાર (જમ્મુ અને કશ્મીર) : 12 વર્ષની આ બાળાએ દક્ષિણ કોરિયાના ચિંગજુમાં યોજાયેલી 3જી વર્લ્ડ SQAY માર્શલ આર્ટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 2. એમ. ગૌરવી રેડ્ડી (તેલંગણા) : તે ડાન્સ રેકોર્ડ હોલ્ડર ગર્લ તરીકે જાણીતી છે. 2016માં, તેણી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ડાન્સમાં સૌથી નાની વયની નૃત્યાંગના તરીકે નામાંકિત થઇ હતી. તેણીએ વિવિધ કાર્યક્રમોમાં શાસ્ત્રીય નૃત્ય કર્યું છે.
 3. રોહન રામચંદ્ર બહિરે (મહારાષ્ટ્ર્) : પોતાના જીવની પરવા કર્યા વિના એક મહિલાનો જીવ બચાવવા નદીમાં કૂદીને અકલ્પનીય બહાદુરી બતાવી હતી.
 4. અનુષ્કા જોલી (દિલ્હી) : એન્ટી-બુલીંગ સ્ક્વોડ કવચ” નામની એક એપ બનાવી છે, જે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય પરામર્શ તેમજ ગુંડાગીરી અને સાયબર ધમકીઓ વિશે શૈક્ષણિક ઓનલાઈન વીડિયો પ્રદાન કરે છે.
 5. કોલાગટલા અલાના મીનાક્ષી (આંધ્રપ્રદેશ) : તેણીની એક ચેસ ખેલાડી છે, જેને મે થી ઓક્ટોબર 2022 દરમિયાન FIDE (આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન) દ્વારા 11 છોકરીઓમાં નંબર-1 ક્રમ આપવામાં આવ્યો છે.
 6. આદિત્ય પ્રતાપ સિંહ ચૌહાણ (છત્તીસગઢ) : તેઓ “માઈક્રોપા” ટેક્નોલોજી બનાવી છે, જે કોમ્પ્યુટર અલ્ગોરિધમનો ઉપયોગ કરીને પીવાના પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સને શોધી અને ફિલ્ટર કરે છે.
 7. શૌર્યજીત રણજીતકુમાર ખૈરે ગુ(જરાત) : તેઓ ગુજરાતના રાષ્ટ્રીય કક્ષાના મલ્લખંભ ખેલાડી છે. નેશનલ ગેમ્સ 2022માં, તે તમામ રમતોમાં સૌથી યુવા ચંદ્રક વિજેતા છે અને તેણે સ્ટેન્ડિંગ પોલ ઓપન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
 8. ઋષિ શિવ પ્રસન્ના (કર્ણાટક) : 180 ના IQ સાથે, કર્ણાટકના ઋષિ શિવ પ્રસન્ના સૌથી યુવા પ્રમાણિત Android એપ્લિકેશન ડેવલપર છે. તેઓ સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પસંદ કરાયેલા 40 ભારતીય યુવા આઇકોન્સમાંથી એક છે. તેણે ‘એલિમેન્ટ્સ ઓફ અર્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.
 9. સંભ મિશ્રા (ઓડિશા) : તેમણે જાણીતા પ્રકાશનો માટે ઘણા નોંધપાત્ર લેખો અને પુસ્તકો લખ્યા છે. તેમને પ્રતિષ્ઠિત “ફેલોશિપ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી, લંડન” એનાયત કરવામાં આવી હતી.
 10. શ્રેયા ભટ્ટાચારજી (અસામ) : તેમણે સૌથી લાંબો સમય તબલા વગાડવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેમનું નામ ‘ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ’માં દાખલ કરવામાં આવ્યું છે. તબલા વગાડવાની કળા માટે તેમને 9મી સાંસ્કૃતિક ઓલિમ્પિયાડ તેમજ અન્ય ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
 11. આદિત્ય સુરેશ : તેઓ હાડકાની બીમારીથી પીડિત હોવા છતાં, 500 થી વધુ કાર્યક્રમોમાં પરફોર્મ કર્યું છે.

Leave a Comment

Share this post