પ્રિટ્ઝકર પ્રાઈઝ 2023

પ્રિટ્ઝકર પ્રાઈઝ 2023

 • બ્રિટિશ આર્કિટેક્ટ, સર ડેવિડ એલન ચિપરફિલ્ડને પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝના 2023 વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, ચિપરફિલ્ડનો જન્મ 1953માં લંડનમાં થયો હતો. 2004માં બ્રિટિશ સામ્રાજ્યના ઓર્ડરના કમાન્ડર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, 2010માં નાઈટની પદવી આપવામાં આવી હતી અને 2021માં ઓર્ડર ઑફ ધ કમ્પેનિયન્સ ઑફ ઑનર માટે નિમણૂક કરવામાં આવી હતી.

તેમના નોંધપાત્ર પ્રોજેક્ટ્સ

 1. નદી અને રોવિંગ મ્યુઝિયમ (હેનલી-ઓન-થેમ્સ, યુનાઇટેડ કિંગડમ, 1997)
 2. બીબીસી સ્કોટલેન્ડ હેડક્વાર્ટર (ગ્લાસગો, યુનાઇટેડ કિંગડમ, 2007)
 3. કેમ્પસ સેન્ટ લુઈસ આર્ટ મ્યુઝિયમ (મિઝોરી, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, 2013)
 4. રોયલ એકેડમી ઓફ આર્ટસ માસ્ટરપ્લાન (લંડન, યુનાઇટેડ કિંગડમ, 2018)

આર્ટિટેક્ચરનું નોબલ ગણાતું પ્રિટ્ઝકર પ્રાઈઝ પુરસ્કાર વિશે

 • પ્રિટ્ઝકર આર્ટિટેક્ચર પુરસ્કાર, એક વાર્ષિક એવોર્ડ છે જે જીવિત આર્કીટેક્ચર કે આર્ટિટેક્ચરને માનવતા માટે મહત્વપૂર્ણ યોગદાન માટે તેમની પ્રતિભા, દ્રષ્ટિ અને કટિબદ્ધતાને ઓળખવા અને આર્ટિટેક્ચરની કલાના માધ્યમથી પર્યાવરણનું નિર્માણ કરવા માટે આપવામાં આવે છે.
 • આ પુરસ્કાર શિકાગોના પ્રીત્ઝકર પરિવાર દ્વારા 1979 માં તેમના હયાત ફાઉન્ડેશનના માધ્યમથી સ્થાપિત કરવામાં આવ્યો હતો.
 • પ્રીત્ઝકર આર્કીટેક્ચર પુરસ્કારમાં 100,000 અમેરિકી ડોલર અને એક કાંસ્ય પદક  એનાયત કરવામાં આવે છે.
 • 1979 : પ્રથમ વિજેતા :  ફિલિપ જ્હોન્સન (યુનાઈટેડ સ્ટેટ્સ)
 • 2022 : ડીબેડો ફ્રાન્સિસ કેરે :બુર્કિના ફાસો , જર્મની
 • 2018 : બી.વી.દોશી (ભારત)
 • 2023 : ડેવિડ ચિપરફિલ્ડ : યુનાઇટેડ કિંગડમ
 • ઝાહા હદીદ  : પ્રથમ મહિલા : 2004

Leave a Comment

Share this post