ઉત્તર-પૂર્વીય પ્રદેશ આદિજાતિ ઉત્પાદનો માટે PTP-NER યોજના

ઉત્તર-પૂર્વીય પ્રદેશ આદિજાતિ ઉત્પાદનો માટે PTP-NER યોજના

  • ઉત્તર-પૂર્વીય પ્રદેશના આદિજાતિ ઉત્પાદનોના પ્રમોશન માટે માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટ યોજના (PTP-NER -Promotion of Tribal Products from North-Eastern Region Scheme) એ આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક મુખ્ય પહેલ છે. તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ મણિપુરમાં આદિવાસી ઉત્પાદનોના પ્રમોશન માટે માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ ડેવલપમેન્ટનો પ્રારંભ કર્યો હતો.
  • PTP-NER યોજનાનો ઉદ્દેશ્ય આદિજાતિ ઉત્પાદનોની પ્રાપ્તિ, લોજિસ્ટિક્સ અને માર્કેટિંગમાં ઉન્નત કાર્યક્ષમતા દ્વારા પૂર્વોત્તરના પ્રતિભાશાળી આદિવાસી કારીગરો માટે આજીવિકાની તકોને મજબૂત કરવાનો છે.આ યોજના આદિવાસી કારીગરોને ટેકો આપીને અને તેમના ઉત્પાદનોને બજારમાં પ્રમોટ કરીને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રની આદિવાસી અર્થવ્યવસ્થાને વેગ આપવા પર કેન્દ્રિત છે.
  • PTP-NER યોજના નોર્થ-ઈસ્ટર્ન રિજનના 8 રાજ્યોમાં એટલે કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો સમૃદ્ધ પરંપરાગત કારીગરી અને અનન્ય ઉત્પાદનો સાથે અસંખ્ય આદિવાસી સમુદાયોનું ઘર છે.
  • PTP-NER યોજનાના ભાગરૂપે સરકાર ઉત્તર-પૂર્વ ક્ષેત્રના વિવિધ જિલ્લાઓમાં 68 આદિજાતિ કારીગર મેળાઓનું આયોજન કરવાની યોજના ધરાવે છે

TRIFED : Tribal Co-operative Marketing Federation of India

  • ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ટ્રાઈબલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ટ્રાઈફેડ – TRIFED) આદિવાસી લોકો દ્વારા બનાવાયેલી વસ્તુઓ હસ્તકલા કારીગરી દ્વારા તૈયાર થયેલી વસ્તુઓનું માર્કેટીંગનું કાર્ય કરે છે. વર્ષ 1999માં આદિજાતિ લોકો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટ્રાઈફેડ ટ્રાઈબ્સ ઇન્ડિયા તરીકે ઓળખાતા ખાસ શો-રૂમની એક શ્રૃંખલા સ્થાપિત કરવામાં આવી હતી .
  • સ્થાપના : વર્ષ 1987
  • ચેરમેન : શ્રી રામસિંહ રાઠવા

Leave a Comment

TOPICS : , ,

Share this post