ગોવા ખાતે ભારતના પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટઃ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી’નું આયોજન

ગોવા ખાતે ભારતના પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટઃ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી’નું આયોજન

  • તાજેતરમાં ભારતના પ્રથમ સમાવેશી ઉત્સવ એવા ‘પર્પલ ફેસ્ટઃ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી’ (પર્પલ ફેસ્ટ- 2023)નું ગોવામાં આવેલ ‘એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા’ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ પર્પલ ફેસ્ટઃ સેલિબ્રેટિંગ ડાયવર્સિટીમાં આકર્ષક પેનલ ચર્ચાઓ, કલાત્મક લાઇવ પરફોર્મન્સ, ભવ્ય પ્રદર્શનો અને ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • પર્પલ ફેસ્ટનો હેતુ દરેક માટે આવકારદાયક અને સમાવિષ્ટ વિશ્વ બનાવવા માટે કેવી રીતે એકસાથે આવવું તે દર્શાવવાનો છે.

પર્પલ ફેસ્ટઃ સેલિબ્રેટિંગ ડાયવર્સિટીની ઉજવણી સંબંધિત મહત્ત્વની બાબતો

  • ગોવામાં આયોજિત પર્પલ ફેસ્ટઃ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી ઉત્સવની ઉજવણી એ નોંધપાત્ર રીતે તેના લક્ષ્યોને આગળ ધપાવશે તેમજ દિવ્યાંગજનના સશક્તિકરણમાં એક સીમાચિન્હરૂપ લક્ષ્યાંક સ્થાપિત કરશે. (વિકલાંગ શબ્દને વર્ષ 2016માં બદલીને દિવ્યાંગ શબ્દ આપવામાં આવ્યો હતો)
  • પર્પલ ફેસ્ટ ઉત્સવની ઉજવણીનો મુખ્ય વિચાર ડિસેમ્બર 2022 માં દિલ્હી ખાતે આયોજિત 6 દિવસીય કાર્યક્રમ ‘દિવ્ય કલા મેળા’ના વિચારથી પ્રેરિત હતો.
  • પર્પલ ફેસ્ટમાં પર્પલ એક્ઝિબિશન – દૃષ્ટિની વિકલાંગતા ધરાવતા લોકોને મદદ કરવા માટે ઉત્પાદનોના સ્ટોલ અને પર્પલ બાયોસ્કોપ દ્વારા સાઇન લેંગ્વેજના દુભાષિયાઓ સાથે ફિલ્મ ‘86’ નું સ્ક્રીનિંગ, ખ્યાલોની વધુ સારી સમજ ઊભી કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

પર્પલ ફેસ્ટ વર્કશોપ

  • કેન્દ્રીય મંત્રી ડૉ. વિરેન્દ્રકુમાર દ્વારા ગોવામાં પર્પલ ફેસ્ટના સહયોગથી ‘દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણને લગતા મુદ્દાઓ’ પર 2 દિવસીય પર્પલ ફેસ્ટ સંવેદના વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • ગોવા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરના કાર્યાલયના સહયોગથી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ બે દિવસીય વર્કશોપનો ઉદ્દેશ કોર્પોરેટર, બિનનફાકારક અને સરકારી ક્ષેત્રોને સમાવિષ્ટ સમાજનું નિર્માણ કરવા માટે દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે સંકલિત અભિગમ સાથે તેમની જવાબદારી પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે.
  • વિશેષ : દિવ્યાંગ લોકોનું સશક્તિકરણ થાય તેની ખાતરી કરવા માટે વર્ષ 2016 માં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ(Rights of Person with Disabilities Act)ની રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post