રાજોરી ચિકરી કાષ્ઠકળા તથા મુશ્કબુદજી ચોખાને GI ટેગ મળ્યા

રાજોરી ચિકરી કાષ્ઠકળા તથા મુશ્કબુદજી ચોખાને GI ટેગ મળ્યા

  • જમ્મુ-કાશ્મીરના રાજૌરી જીલ્લાના રાજોરી ચિકરી કાષ્ઠકળા તથા અનંતનાગ જીલ્લાના મુશ્કબુદજી ચોખાને જીયોગ્રાફિકલ ઇન્ડીકેશન GI ટેગ મળ્યા છે.
  • ચિકરી એક પ્રકારનું પીળુ લાકડું છે, જે રાજૌરી જીલ્લાના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. ચિકરી કાષ્ઠકળા તેના જટિલ કોતરણી માટે જાણીતું છે તથા મુશ્કબુદજી ચોખા, નાના સુંગધીદાર ચોખા છે, જે કાશ્મીર ખીણમાં ઉગે છે.
  • નવ વસ્તુઓને GI ટેગ અપાવવાની પ્રક્રિયા રાષ્ટ્રીય ખેતી અને ગ્રામ્ય બેન્ક NABARD દ્વારા હસ્તકલા અને હાથસાળ વિભાગ સાથે મળીને ડિસેમ્બર 2020માં હાથ ધવામાં આવી હતી.
  • કુલ 4 ઉત્પાદનોને NABARDના સહયોગથી GI ટેગ મળ્યો છે. જેમાં આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં કકુઆની બસોહલી ચિત્રકળા તથા લદ્દાખની કાષ્ઠ કોતરણીનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરના વધુ પાંચ ઉત્પાદનો GI ટેગ મેળવવાના અંતિમ ચરણમાં છે.

Leave a Comment

Share this post