રામનારાયણ વિશ્વનાથ પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક

  • જન્મ : 8 એપ્રિલ 1887, ગણોલ, તા. ધોળકા
  • અવસાન : 21 ઑગસ્ટ 1955, મુંબઈ
  • ઉપનામ : ‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’

  • શિક્ષણ : તર્કશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષયો સાથે ૧૯૦૮માં બી.એ. વિદ્યાકીય ક્ષેત્રમાં કામ કરવાની ભાવના છતાં સરકારી નોકરી ન કરવાના સંકલ્પને કારણે મુંબઈમાં ૧૯૧૧માં એલએલ.બી.ના અભ્યાસ પછી અમદાવાદ આવી વકીલાત શરૂ કરી; પણ ક્ષયરોગનું નિદાન થતાં ૧૯૧૨માં સાદરામાં સ્થિર થયા.૧૯૨૦માં ઇન્દુલાલ યાજ્ઞિકના નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈને  જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું હતું.
  • ગુજરાતના એક સર્વતોમુખી સાહિત્યસર્જક તરીકે પ્રસિદ્ધ એવા રામનારાયણ વિશ્વનાથ પાઠક  ગજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્યકાર પેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખાયા.
  • કવિતાની જેમ વાર્તામાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ સર્જકનું વાર્તાક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન છે. ૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આ લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દ્વિરેફની વાતો’-ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના ‘તણખા’-મંડળ ૧ (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દ્રઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહ્ન બનાવ્યું છે.તેમનાં નામમાં બે વાર ‘ર’ અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી.

Leave a Comment

Share this post