Mac OS(Operating System)  પર પ્રથમ વખત રેન્સમવેર વાઈરસનો અટેક 

Mac OS(Operating System)  પર પ્રથમ વખત રેન્સમવેર વાઈરસનો અટેક

  • તાજેતરમાં લોકબીટ રેન્સમવેર મેક ઉપકરણોને Mac OS (Operating System) લક્ષ્ય બનાવતું હોવાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરી 2023ની શરૂઆતમાં UKની પોસ્ટલ સેવાઓ પર સાયબર હુમલા પાછળ લોકબીટ ગેંગનો હાથ હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ અટકી ગયું હતું.
  • LockBit જે અગાઉ “ABCD” રેન્સમવેર તરીકે ઓળખાતું હતું, તે એક પ્રકારનો કોમ્પ્યુટર વાયરસ છે જે કોઈના કોમ્પ્યુટરમાં પ્રવેશે છે અને મહત્વની ફાઈલોને એન્ક્રિપ્ટ કરે છે, જેથી તેઓને એક્સેસ ન કરી શકાય.
  • આ વાયરસ પ્રથમ સપ્ટેમ્બર 2019 માં જોવા મળ્યો હતો અને તેને “ક્રિપ્ટો વાયરસ” કહેવામાં આવે છે, કારણ કે તે ફાઇલોને અનલૉક કરવા માટે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી માટે ખંડણી માંગતા હતા.

રેન્સમવેર

  • હેકર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવતો રેન્સમવેર એક આધુનિક સોફ્ટવેર હોય છે, જે વપરાશકર્તાઓને કોઇ માહિતી પ્રાપ્ત કરતા અટકાવે છે. બાદમાં આ માહિતી પ્રાપ્ત કરવા માટે વપરાશકર્તાઓ પાસેથી ખંડણી માંગવામાં આવે છે. ઇન્ટરપોલ દ્વારા રજૂ કરવામાં આવેલા ગ્લોબલ ક્રાઇમ ટ્રેન્ડ રિપોર્ટમાં મનીલોન્ડરિંગ બાદ રેન્સમવેર હુમલાના ગુનાઓની સંખ્યા સૌથી વધુ હતી.
  • ભારતમાં CERT-IN (ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા રજૂ કરાયેલા રેન્સમવેર રિપોર્ટ 2022 અનુસાર ભારતના વિવિધ સેક્ટર્સ પર થયેલા રેન્સમવેર હુમલાની સંખ્યામાં 51% નો વધારો થયો હતો.

Leave a Comment

Share this post