રાષ્ટ્રપતિ ભવનનું મુઘલ ગાર્ડન બન્યું અમૃત ઉદ્યાન

રાષ્ટ્રપતિ ભવનનું મુઘલ ગાર્ડન બન્યું અમૃત ઉદ્યાન

  • રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તે ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે.
  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મુઘલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.
  • આ ગાર્ડન દર વર્ષે સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે.આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે.
  • આ ગાર્ડનમાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા માટે આવે છે.અમૃત ઉદ્યાનમાં આશરે 12 પ્રકારનાં ટ્યૂલિપનાં ફૂલ છે.
  • 15 એકરમાં ફેલાયેલ આ બગીચો બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
  • રાષ્ટ્રપતિ ભવન અને અમૃત ઉદ્યાનની ડિઝાઈન અંગ્રેજ આર્કિટેક્ટ સર એડવર્ડ લ્યુટિયન્સ દ્વારા 1917માં બનાવવામાં આવી હતી.
  • અમૃત ઉદ્યાન દેશના રાષ્ટ્રપતિ ભવનનો આત્મા છે.અમૃત ઉદ્યાનનો એક ભાગ ગુલાબની વિશેષ જાતો માટે જાણીતો છે.

Leave a Comment

Share this post