RBIનું ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભુવનેશ્વરમાં શરૂ થશે

RBIનું ડેટા સેન્ટર અને સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભુવનેશ્વરમાં શરૂ થશે

  • ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર શ્રી શક્તિકાંત દાસે ભુવનેશ્વર, ઓડિશામાં “ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર” અને “એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ અને સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ” ની સ્થાપના માટે શિલાન્યાસ કર્યો. આ નવું ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ અને સાયબર સુરક્ષા તાલીમ સંસ્થા રિઝર્વ બેંક અને નાણાકીય ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે.

RBI

  • ભારતીય રિઝર્વ બેંકના અધિકૃત પ્રતીકમાં વાઘ (Tiger) અને નાળિયેરી (palm tree)નો સમાવેશ થાય છે. શરૂઆતમાં, આરબીઆઈના ચિહ્નમાં સિંહ અને પામ વૃક્ષનો સમાવેશ થતો હતો, પરંતુ પછીથી સિંહને વાઘ સાથે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો. વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
  • RBI ની સ્થાપના હિલ્ટન યંગ કમિશનની ભલામણ પર કરવામાં આવી હતી જેને 1926 માં રોયલ કમિશન પણ કહેવામાં આવે છે. RBI એક્ટ વર્ષ – 1934 માં પસાર કરવામાં આવ્યો હતો, RBIની સ્થાપના 1લી એપ્રિલ 1935ના રોજ થઈ હતી. RBIનું રાષ્ટ્રીયકરણ 1લી જાન્યુઆરી 1949ના રોજ કરવામાં આવ્યું હતું.
  • RBIને ‘Apex Bank of India’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આરબીઆઈને ‘બેંકર્સ બેંક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. RBI  એક રૂપિયા સિવાયની તમામ ચલણી નોટો બહાર પાડે છે. નોટો પર RBI ગવર્નરની સહી અંગ્રેજી અને હિન્દીમાં છે. એક રૂપિયા સિવાયની ચલણી નોટો પર આરબીઆઈ ગવર્નરની સહી હોય છે. એક રૂપિયામાં નાણા સચિવની સહી હોય છે.
  • RBIના પ્રથમ ગવર્નર – સર ઓસ્બોર્ન સ્મિથ
  • RBIના પ્રથમ ભારતીય ગવર્નર – સી.ડી. દેશમુખ
  • સૌથી લાંબા સમય સુધી RBI ગવર્નર – બેનેગલ રામા રાવ
  • ભારતીય વડા પ્રધાન કે જેમણે આરબીઆઈ ગવર્નર તરીકે સેવા આપી હતી – ડૉ. મનમોહન સિંહ
  • RBIના વર્તમાન અને 25મા ગવર્નર – શક્તિકાંત દાસ
  • RBI અન્ય બેંકોની જેમ જનતાને નાણાં ઉછીના આપતી નથી. તે સરકારી બેંક તરીકે ગણવામાં આવે છે અને સામાન્ય લોકો સાથે નફાકારક બેંકિંગ કરતું નથી. તે બેંકો અને સરકારને જ્યારે જરૂર પડે ત્યારે પૈસા આપી શકે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post