CAG ગિરીશચંદ્ર મુર્મુની વિશ્વ આરોગ્ય સંસ્થાના બાહ્ય ઓડિટર તરીકે ફરીથી પસંદગી

CAG ગિરીશચંદ્ર મુર્મુની વિશ્વ આરોગ્ય સંસ્થાના બાહ્ય ઓડિટર તરીકે ફરીથી પસંદગી

  • દેશના નિયંત્રક અને ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુર્મુને 2024 થી 2027 સુધીની ચાર વર્ષની મુદત માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્સટર્નલ ઓડિટર તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે. CAG પહેલેથી જ 2019 થી ચાર વર્ષની મુદત માટે આ પદ સંભાળે છે. જીનીવામાં સિત્તેરમી બેઠક યોજાઈ હતી, તેમાં મતદાનના પ્રથમ રાઉન્ડમાં જ 156માંથી 114 મતની બહુમતી સાથે ભારતની ફરીથી ચૂંટણી થઇ હતી.
  • આ વર્ષે માર્ચમાં, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના બાહ્ય ઓડિટર પદ માટે પસંદગી બાદ CAG ની આ બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાના ઓડિટ માટે પસંદગી થઈ છે.

Leave a Comment

Share this post