રેકોર્ડધારી મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન

રેકોર્ડધારી મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન

  • પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળ (SAD)ના સંરક્ષક પ્રકાશસિંહ બાદલનું 95 વર્ષની વયે 25 એપ્રિલ ૨૦૨૩ ના રોજ નિધન થયું હતું. કેન્દ્ર સરકારે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શીરોમણિ અકાલી દળના પીઢનેતા પ્રકાશ સિંહ બાદલના અવસાન બદલ બે દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી હોવાથી 26 અને 27 એપ્રિલ બે દિવસ રાજકીય શોક પાળ્યો હતો.
  • આ બે દિવસ દરમિયાન તમામ સરકારી કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવે અને આ બે દિવસ દરમ્યાન, કોઇપણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાય નહીં.

રેકોર્ડધારી મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ

  • પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર 1927ના રોજ પંજાબ (હાલ પાકિસ્તાનનો ભાગ)ના નાના ગામ અબુલ ખુરાનામાં જાટ શીખ પરિવારમાં થયો હતો. પ્રકાશ સિંહ બાદલનું સાચું નામ પ્રકાશ સિંહ ઢિલ્લો હતું. તેમણે આઝાદીના વર્ષ 1947માં શિરોમણી અકાલી દળ પાર્ટીના સભ્ય તરીકે પોતાનું રાજકીય જીવન શરુ કર્યું હતું. તેઓ 1996 થી 2008 સુધી અકાલી દળના પ્રમુખ હતા.
  • બાદલ પોતાના રાજનીતિક જીવનમાં પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પહેલી વખત 1970થી 1971 સુધી, બાદમાં 1977થી 1980 સુધી, જે બાદ 1997થી 2002 સુધી ત્રીજા કાર્યકાળ અને પછી 2007થી 2012 અને 2012થી 2017 સુધી કુલ પાંચ વખત મુખ્યમંત્રી બન્યા હતા. 1970માં જ્યારે પ્રકાશ સિંહ બાદલ પહેલીવાર CM બન્યા ત્યારે તેઓ દેશના સૌથી યુવા CM હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 43 વર્ષની હતી. વર્ષ 2012માં જ્યારે તેઓ 5મી વખત CM બન્યા ત્યારે તેઓ દેશના સૌથી વૃદ્ધ CM બન્યા હતા, આમ તેઓ દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ CM હતા. વર્ષ 2022માં પણ તેમણે ચૂંટણી લડી હતી, તેથી તે સમયે તેઓ સૌથી મોટી ઉંમરના ઉમેદવાર હતા. શિરોમણી અકાલી દળના સંરક્ષક બાદલને પંજાબની સત્તામાં બેતાજ બાદશાહ કહેવામાં આવતા હતા. તેઓ 1972 થી 1977, 1980 થી 1983 અને 2002 થી 2007 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.
  • પ્રકાશસિંહ બાદલ 1977માં વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકારમાં કેન્દ્રીય કૃષિ તેમજ સિંચાઈ મંત્રી પણ રહ્યા હતા. પ્રકાશસિંહ બાદલને 30 માર્ચ, 2015નાં રોજ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Share this post