સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 : રેન્જ, ટ્રેન્ડ્સ એન્ડ કન્ઝર્વેશન સ્ટેટસ અહેવાલની રજૂઆત

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 : રેન્જ, ટ્રેન્ડ્સ એન્ડ કન્ઝર્વેશન સ્ટેટસ અહેવાલની રજૂઆત

  • “સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 : રેન્જ, ટ્રેન્ડ્સ એન્ડ કન્ઝર્વેશન સ્ટેટસ” શીર્ષક હેઠળના તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર, ભારતમાં અભ્યાસ કરાયેલી 338 પક્ષીઓની પ્રજાતિઓમાંથી 60% પક્ષીઓની પ્રજાતિઓ છેલ્લા 30 વર્ષોમાં ઘટી છે. વર્ષ 2023નો આ અહેવાલ એ સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ બર્ડ્સ અહેવાલનું દ્વિતીય પુનરાવર્તન છે.
  • આ અહેવાલ 13 સંસ્થાઓ વચ્ચે ભાગીદારી તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે.

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 વિશે 

  • આ અહેવાલ ભારતમાં નિયમિતપણે જોવા મળતી સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. “સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2020” એ ભારતની મોટાભાગની પક્ષીઓની પ્રજાતિઓના સંરક્ષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો પહેલો પ્રયાસ હતો. આ અહેવાલનો પ્રાથમિક ડેટા ભારતીય પક્ષી નિરીક્ષકો દ્વારા ઓનલાઈન બર્ડિંગ નોટબુક ઈ-બર્ડ પર અપલોડ કરાયેલા 30 મિલિયન અવલોકનો પર આધારિત છે.
  • આ અહેવાલ અંતર્ગત મૂલ્યાંકન નીચે મુજબના 3 સૂચકાંકો પર આધાર રાખે છે, જેમના બે સૂચકાંકો નીચે મુજબની વિપુલતામાં ફેરફાર સાથે સંબંધિત છે,

– લાંબા ગાળાના વલણ (30 વર્ષથી બદલાવ)

-વર્તમાન વાર્ષિક વલણ (છેલ્લા 7 વર્ષોમાં બદલાવ)

-તૃતીય સૂચકાંક એ ભારતમાં વિતરણ શ્રેણીના કદનું માપ છે.

સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 સંબંધિત મહત્વની બાબતો 

  • વર્ષ 2023ના આ અહેવાલમાં ભારતીય પક્ષીઓની કુલ 942 પ્રજાતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 338 પ્રજાતિઓ માટે લાંબા ગાળાના વલણો નક્કી કરવામાં આવ્યા હતા. વર્તમાન વાર્ષિક પ્રવાહો 359 પક્ષી પ્રજાતિઓ માટે નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંથી 142 પક્ષી પ્રજાતિઓમાં ઘટાડો થયો છે, જ્યારે 189 પક્ષી પ્રજાતિઓ સ્થિર છે અને 28 પક્ષી પ્રજાતિઓમાં વધારો થયો છે. છેલ્લા 7 વર્ષોમાં પરિવર્તન માટે મૂલ્યાંકન કરાયેલ 359 પક્ષી પ્રજાતિઓમાંથી લગભગ 40% (142 પક્ષી પ્રજાતિ)માં ઘટાડો થયો છે.
  • આ અહેવાલ મુજબ વસવાટની દ્રષ્ટિએ, ઘાસના મેદાનો અને અન્ય ખુલ્લા રહેઠાણો તેમજ વેટલેન્ડ્સ અને વૂડલેન્ડ્સમાં રહેતા પક્ષીઓ ઝડપથી ઘટી રહ્યા છે. ઉપરાંત, આ અહેવાલ મુજબ આહારની દ્રષ્ટિએ, સર્વભક્ષી અથવા ફળ અને અમૃત ખાનારાઓની તુલનામાં, માંસાહારી, જંતુભક્ષી અને ફક્ત બીજ ખનારા પક્ષીઓ પણ વધુ ઝડપથી ઘટી રહ્યા છે. આ સાથે જ વર્તમાનમાં સ્થળાંતર કરતી પ્રજાતિઓ, જેમાં ખાસ કરીને પશ્ચિમ ઘાટ, શ્રીલંકા પ્રદેશમાં સ્થાનિક પ્રજાતિઓ બિન-સ્થાયી પ્રજાતિઓ કરતાં વધુ ઝડપથી ઘટી રહી છે.
  • સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 અહેવાલ મુજબ ભૂમિ ઉપયોગ પરિવર્તન, શહેરીકરણ, ઇકોસિસ્ટમ અધઃપતન, મોનોકલ્ચર, રોગ, આંતરમાળખાકીય વિકાસ, પાલતુ પક્ષી વેપાર, શિકાર, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા પરિબળો ભારતમાં પક્ષીઓની પ્રજાતિમાં ઘટાડો કરતા કેટલાક મુખ્ય પરિબળો છે. આ અહેવાલ મુજબ, છેલ્લા દાયકાઓમાં સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં લગભગ 150% વધારો જોવા મળ્યો છે.
  • સ્ટેટ ઑફ ઈન્ડિયાઝ બર્ડ્સ 2023 અહેવાલમાં નોર્ધન શોવેલર, નોર્ધન પિનટેલ, કોમન ટીલ, ટફ્ટેડ ડક, ગ્રેટર ફ્લેમિંગો, સારસ ક્રેન, ઈન્ડિયન કોર્સર અને આંદામાન સર્પન્ટ ઈગલ સહિતની કુલ 178 પક્ષી પ્રજાતિઓને “ઉચ્ચ સંરક્ષણ અગ્રતા” (High Conservation Priority) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post