Remote Electronic Voting Machine (RVM)

ટેક્નોલોજીકલ એડવાન્સમેન્ટના યુગમાં સ્થળાંતરના કારણે કોઈ નાગરિક મતદાનથી વંચિત રહે  એ અયોગ્ય છે.જેના ઉકેલ માટે તાજેતરમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશની અંદર સ્થળાંતર કરનારા નાગરિકો માટે મતદાન સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ‘ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ‘(RVM) માટે પ્રોટોટાઈપ વિકસાવ્યું છે. આ પ્રોટોટાઇપને રાજકીય પક્ષો સમક્ષ મૂકવામાં આવશે અને તેનો પ્રયોગ જો સફળ રહ્યો તો આવનાર ભવિષ્ય માટે તેને ઉપયોગમાં લેવાનો માર્ગ મોકળો બનશે.

RVMનો ઉદ્દેશય

સ્થાનિક સ્થળાંતર કરનારાઓ માટે દૂરના મતદાન મથકો એટલે કે, તેઓના મતવિસ્તારની બહારના મતદાન મથકો પર મતદાનને સક્ષમ કરવા માટે M3 ઇવીએમના સમય-પરીક્ષણ મોડેલનું સંસ્કરણ કરી લોકપ્રતિનિધિઓની પસંદગીમાં મતદારોની ભાગીદારી વધારવા સરળ અને સમાવેશી વ્યવસ્થા ઊભી કરવી.

RVM શું છે?

  • RVMનેભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) ના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
  • RVM એક એકલ સિસ્ટમ હશે જે ઇન્ટરનેટ જોડાણ વિના કાર્ય કરશે. તે હાલના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો પર આધારિત હશે.
  • RVM એ EVMનું સંશોધિત સ્વરૂપ છે જે એક જ રિમોટ પોલિંગ બૂથથી 72 જેટલા બહુવિધ મતવિસ્તારોનું સંચાલન કરતી સિસ્ટમ છે. તે TIME-TESTED M3 (માર્ક-3) EVM ટેક્નોલોજી પર આધારિત છે.
  • ભારતના ચૂંટણી આયોગ આઠ માન્ય રાષ્ટ્રીય અને 57 રાજ્યના રાજકીય પક્ષોને RVMના પ્રદર્શન અને તેના પરિણામોના મૂલ્યાંકન માટે આમંત્રિત કર્યા છે. ત્યારબાદ વિવિધ કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ અને જરૂરી ફેરફારો સંબંધિત વગેરે મુદ્દાઓ પર રાજકીય પક્ષો પાસેથી લેખિતમાં મંતવ્યો મંગાવવામાં આવશે.

જરૂરિયાત કેમ ?

ભારતમાં શિક્ષણ,રોજગાર,ધંધો અને લગ્ન જેવા વિવિધ કારણોથી સ્થળાંતરણનું પ્રમાણ ખૂબ ઊંચું છે. આમ અનેક કારણોસર સ્થળાંતર કરતાં નાગરિકો મત આપવાના અધિકારનો ઉપયોગ કરવાનું ચૂકી જાય છે. 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 67.4%  હતું. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ અંદાજે 30 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં નથી. 2011નીવસ્તી ગણતરી મુજબ ભારતમાં લગભગ 45.36 કરોડ સ્થળાંતર કરનારાઓ છે. જે દેશની વસ્તીના આશરે 37 ટકા જેટલા છે.

 RVM સામે પડકારો.

  1. ઘરેલું સ્થળાંતર કરનારાઓને વ્યાખ્યાયિત કરવા સંબંધિત સ્પષ્ટાનો અભાવ.
  2. દૂરસ્થ મતદારોની ગણતરી કરવામાં સંબંધિત મુશ્કેલીઓ.
  3. મતદાનની ગુપ્તતાને લગતા પ્રશ્નો.
  4. મતદારની ઓડખ માટે પોલિંગ એજન્ટની હાજરીની ખાતરી અંગે વહીવટી પડકારો.
  5. ચૂંટણી પ્રક્રિયા સાથે સલગ્ન કાયદાઓમાં સુધારા કરવા.
  6. ટેક્નોલોજી સાથે છેડછાડ થવાથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પરથી લોકોનો વિશ્વાસ ઓછો થવાનો ડર.

Leave a Comment

Share this post