જાણીતા આસામી કવિ નીલમણિ ફૂકનનું નિધન

જાણીતા આસામી કવિ નીલમણિ ફૂકનનું નિધન

  • જાણીતા આસામી કવિ અને જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર, નીલામણિ ફૂકનનું 19 જાન્યુઆરી,2023 ના રોજ 89 વર્ષ વયે નિધન થયું હતું.
  • ફૂકન આસામના સૌથી પ્રખ્યાત કવિઓમાંના એક હતા અને તેમને 11મી એપ્રિલ, 2022 ના રોજ ગુવાહાટી ખાતે આસામના સીએમ ડો. હિમંતા બિસ્વા સરમા દ્વારા વર્ષ 2021 માટે દેશના સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર એવા 56માં જ્ઞાનપીઠથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 10 સપ્ટેમ્બર, 1933ના રોજ જન્મેલા ફૂકનની કવિતાઓ ફ્રેન્ચ પ્રતીકવાદથી ભરપૂર હતી જેને તેમણે તેમની આસામી કવિતામાં ભેળવી હતી.
  • તેમને તેમના કાવ્યસંગ્રહ કવિતા (કોબીતા) માટે આસામી ભાષામાં 1981નો સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
  • તેમને વર્ષ 1990માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
  • તેમને વર્ષ 2002માં ભારતની નેશનલ એકેડેમી ઓફ લેટર્સ દ્વારા આપવામાં આવેલ સાહિત્ય અકાદમી ફેલોશિપ, ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન પ્રાપ્ત થયું હતું.
  • વર્ષ 1997માં  તેમને પ્રતિષ્ઠિત અસમ વૅલી એવૉર્ડથી અલંકૃત કરવામાં આવ્યા છે.
  • ‘નૃત્યરતા પૃથિવી’ (1985) ફુકનનો છેલ્લો કાવ્યસંગ્રહ છે.
  • વર્ષ 1980માં ‘કવિતા’ સંગ્રહ પ્રકટ થયો.
  • ‘સૂર્ય હેનો નામિ આહે એઈ નદીયેદિ’ (1963), ‘નિર્જનતાર શબ્દ’ (1965), ‘આરુ કિ નૈ:શબ્દ્ય’ (1968),

Leave a Comment

Share this post