દેશના જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું નિધન

દેશના જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું નિધન

 • દિગ્ગજ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું 97 વર્ષની વયે 31મી જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે દિલ્હીમાં નિધન થયું.
 • શાંતિ ભૂષણે મોરારજી દેસાઈની સરકારમાં વર્ષ 1977થી 1979 સુધી ભારતના કાયદા પ્રધાન તરીકે સેવા આપી હતી.
 • શાંતિ ભૂષણ કોંગ્રેસ (ઓ) અને બાદમાં જનતા પાર્ટીના સભ્ય રહ્યાં હતા. તેઓ પોતાના રાજકીય જીવન દરમિયાન રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 1980માં ભાજપમાં સામેલ થયા હતા અને 1986માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું.
 • જન્મ : 11 નવેમ્બર,1925,બિજનૌર,સંયુક્ત પ્રાંત,બ્રિટિશ ભારત (હાલનું ઉત્તર પ્રદેશ,ભારત)
 • તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ વકીલ હતા
 • કાયદા પ્રધાન તરીકે, તેમણે ભારતના બંધારણનો 44મો સુધારો રજૂ કર્યો હતો , જેણે ઈન્દિરા ગાંધી મંત્રાલય દ્વારા પસાર કરાયેલા ભારતના બંધારણના 42મા સુધારાની ઘણી જોગવાઈઓને રદ કરી હતી
 • આદમી પાર્ટીની ઔપચારિક શરૂઆત બાદ તે તેના સ્થાપક સભ્ય બન્યા.
 • ભૂષણે વર્ષ 1975માં  ભારતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધી સામેના કેસમાં રાજ નારાયણનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
 • જસ્ટિસ જગમોહન લાલ સિન્હાએ ઈન્દિરા ગાંધીને દોષિત ઠેરવ્યા અને લોકસભાની તેમની ચૂંટણી રદબાતલ જાહેર કરી.
 • આ નિર્ણયના પરિણામે વ્યાપક રાજકીય વિરોધ થયો અને આખરે ભારતમાં કટોકટીની સ્થિતિની ઘોષણા કરવામાં આવી.
 • 1980માં તેમણે એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનની સ્થાપના કરી, જેને સુપ્રીમ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ જનહિત અરજીઓ કરી છે.
 • 2018માં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માસ્ટર ઓફ રોસ્ટર સિસ્ટમમાં બદલાવની માગ કરી હતી.
 • ફેમસ વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ તેમના પુત્ર છે.
 • શાંતિ ભૂષણ ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનની કોર કમિટીના અગ્રણી સભ્ય હતા. પ્રથમ લોકપાલ બિલ 1969માં લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં પસાર થયું ન હતું.

Leave a Comment

Share this post