લાલ કિલ્લા ખાતે છ દિવસીય ભારત પર્વ

લાલ કિલ્લા ખાતે છ દિવસીય ભારત પર્વ

  • પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે 26મી થી 31મી જાન્યુઆરી સુધી દિલ્હીના લાલ કિલ્લા ખાતે છ દિવસીય ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.
  • લાલ કિલ્લાના પરિસરમાં 31 જાન્યુઆરી સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન દર્શકોને પ્રજાસત્તાક દિવસની પરેડની શ્રેષ્ઠ ઝાંખીઓ પણ જોવા મળશે.
  • અહીં દર્શકોને સરકારની G20, એક ભારત-શ્રેષ્ઠ ભારત, દેખો અપના દેશ, જનભાગીદારી યોજનાઓ વિશે પણ જાણવાની તક મળશે.
  • “ભારત પર્વ” નામના કાર્યક્રમનું આયોજન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક વર્તુળો અને પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
  • જ્યારે પ્રવાસન મંત્રાલયને આમાં નોડલ મંત્રાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
  • સાંસ્કૃતિક પ્રદર્શન, અખિલ ભારતીય ફૂડ કોર્ટ અને 65 હેન્ડીક્રાફ્ટ સ્ટોલ સાથેનું ઓલ ઈન્ડિયા ક્રાફ્ટ માર્કેટ પણ હશે.

Leave a Comment

TOPICS : ,

Share this post