ભારતમાં સંશોધન ક્ષેત્ર 

Current Science જર્નલમાં પ્રકાશિત એક લેખ અનુસાર, છેલ્લાં બે દશકમાં થયેલા સંશોધનોમાંથી અડધાથી વધારે સંશોધનો છ કેન્દ્રિય ભંડોળ મેળવતી સંસ્થાઓ જેવી કે, ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (IITs), વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) તથા કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો દ્વારા કરવામાં આવ્યાં છે.

  • બાકીનાં રાજ્ય સરકારોના તથા ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ સંશોધન અને વિકાસ (R & D) પાછળનો ખર્ચ કુલ ખર્ચના અનુક્રમે 6.4% તથા 36.8% હોવા છતાં એક તૃતીયાંશ ભાગના જ સંશોધનો છેલ્લાં બે દશકામાં બહાર આવ્યાં છે.
  • વિજ્ઞાન અને તકનીકી વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન અને તકનીકી વ્યવસ્થાપન માહિતી પ્રણાલી (NSTMIS) અનુસાર, દેશભરમાં સંશોધન પાછળના કુલ ખર્ચમાંની કેન્દ્રનો હિસ્સો 45.4% છે.
  • તદુપરાંત, DRDO, ICMR જેવી સંસ્થાઓના સંશોધનો જાહેર ન હોવાથી તેમને આપવામાં આવ્યાં નથી

Leave a Comment

Share this post