રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ – RISE

‘RISE- રાઇઝિંગ ઈન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ’ પર રાષ્ટ્રીય ઝુંબેશનો ઉદ્દેશ્ય સુવર્ણ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય નાગરિકોને આધ્યાત્મિક રીતે સશક્તિકરણ કરવાનો છે.

  • રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્મા કુમારીઓ દ્વારા આયોજિત ‘RISE- રાઇઝિંગ ઇન્ડિયા થ્રુ સ્પિરિચ્યુઅલ એમ્પાવરમેન્ટ’ પરના રાષ્ટ્રીય અભિયાનના પ્રારંભમાં ભાગ લીધો હતો.
  • 1936–37માં તત્કાલીન સિંધ પ્રાન્તના હૈદરાબાદ શહેરમાં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો તથા રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા એટલે કે ‘પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય’ની સ્થાપના કરી હતી.
  • દાદા લેખરાજ આ સંસ્થામાં ‘બ્રહ્મા’ કે ‘પ્રજાપિતા બ્રહ્મા’ નામે ઓળખાયા. 1950ના વર્ષમાં આ સંસ્થાનું માઉન્ટ આબુ(રાજસ્થાન)માં સ્થળાંતર થયું, જે માઉન્ટ આબુના પાંડવભવનમાં તેનું મુખ્યાલય ધરાવે છે.
  • આધ્યાત્મિક અને રાજયોગના જ્ઞાન વડે વિશ્વમાં શાંતિની સ્થાપના આ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય છે. વિશ્વબંધુત્વ, શાંતિમય સહ-અસ્તિત્વ, વિશ્વની ઉન્નતિ, સંવાદિતા, ઉત્તમ જીવન, ભ્રષ્ટાચારનો નાશ, નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના, દુ:ખવિહીન–સુખમય જીવન, વ્યક્તિપરિવર્તન દ્વારા વિશ્વપરિવર્તન વગેરે આ સંસ્થાના ઉદ્દેશો છે.
  • તે પાર પાડવા નાત, જાત, સંસ્કૃતિ, વંશ, ઉંમર, ધર્મ, સંપ્રદાય, બિરાદરી, વ્યવસાય, રાજનીતિ, રાજ્ય કે રાષ્ટ્રના ભેદભાવ વગર સ્ત્રીપુરુષોને આ સંસ્થા આવકારે છે.
  • આ સંસ્થાના 72થી વધુ દેશોમાં પાંચ હજારથી વધુ સેવાકેન્દ્રો છે. ઉપરાંત તે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બિનસરકારી સંસ્થા તરીકે અને સલાહકાર તરીકે, યુનિસેફમાં સલાહકાર તરીકે, મોરેશિયસમાં સરકારની માન્યતા-પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે પણ કાર્ય કરે છે.
  • આ સંસ્થા દ્વારા ગુજરાતી અને હિંદી ભાષામાં ‘જ્ઞાનામૃત’ તથા ‘જ્ઞાનવીણા’, મરાઠીમાં ‘અમૃતકલશ’, કન્નડમાં ‘વિશ્વ નવનિર્માણ’, અંગ્રેજીમાં ‘પ્યૉરિટી’ અને ‘વર્લ્ડ રિન્યુઅલ’ જેવા સામયિકો પ્રગટ કરવામાં આવે છે.

Leave a Comment

Share this post