RRRનું ગીત ‘નાટૂ નાટૂ’ ઓસ્કાર માટે નોમિનેટ

RRRનું ગીત ‘નાટૂ નાટૂ’ ઓસ્કાર માટે નોમિનેટ

  • OSCARS Nomination 2023: ફિલ્મ RRRના ગીત નાટૂ-નાટૂ(Naatu-Natu Song)ને ઓસ્કાર એવોર્ડ્સ (Oscar Awards)માં ઓરિજનલ સોંગ કેટેગરી માં નોમિનેશન પ્રાપ્ત થયું છે.
  • આ ઉપરાંત શૌનક સેન (Shaunak Sen)ની ડોક્યુમેન્ટ્રી ફિચર ઓલ ધેટ બ્રીથ્સ (All That Breathes)ને પણ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.
  • નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ધ એલિફેંટ વ્હિસ્પરર્સ (The Elephant Whisperers) શોર્ટ ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં નોમિનેટ થઈ છે.
  • ભારતીય સિનેમા માટે ઘણા ગર્વની વાત છે કે દેશની ત્રણ ફિલ્મો ઓસ્કર જીતવાની દોડમાં આવી છે.
  • ભારત તરફથી પાન નલીનની ‘છેલ્લો શો’ ફિલ્મ મોકલવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં સ્થાન પામી શકી નહોતી.
  • ગીત ‘RRR’નું નાટૂ નાટૂ છે. આ ગીતને મ્યૂઝિક એમએમ કીરાવનીએ આપ્યું છે અને લિરિક્સ ચંદ્રબોસે આપ્યા છે.
  • આ પહેલાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં પણ નાટૂ નાટૂ ગીતને બેસ્ટ સોંગનો પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ક્રિટિક્સ ચોઇસ અવોર્ડમાં RRRને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તથા નાટૂ નાટૂ સોંગને બેસ્ટ સોંગનો અવોર્ડ મળ્યો હતો.

Leave a Comment

Share this post