રૂ. 300 કરોડના ખર્ચે નિર્મિત ‘અંગુલ-બલરામ રેલ લિંક’ નું ઉદ્દઘાટન

રૂ. 300 કરોડના ખર્ચે નિર્મિત ‘અંગુલ-બલરામ રેલ લિંક’ નું ઉદ્દઘાટન

 • તાજેતરમાં જ ઓડિશાના અગત્યનાં કોલસાક્ષેત્ર પાસે 14 કિ.મી. લાંબી અંગુલ-બલરામ રેલ લિંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મુખ્ય બાબતો

 • અંગુલ-બલરામ રેલ લિંકનું નિર્માણ મહાનદી કોલ રેલ્વે લિમિટેડ(MCRL) દ્વારા કરવામાં આવ્યું હતું.
 • આ રેલ લિંકનું નિર્માણ રૂ. 300 કરોડના ખર્ચે થયું હતું.
 • વર્તમાન સમયે ઉદ્ઘાટન કરવામાં આવેલ અંગુલ-બલરામ રેલ લિંક એ અંગુલ-બલરામ-પુતુગાડિયા જરાપાડા – તેંતુલોઇ રેલ લિંકના કુલ 68 કિ.મી. લાંબા આંતરિક રેલ કોરિડોરનો પ્રથમ તબક્કો છે.
 • આ લિંકના અમલીકરણ સાથે જ દરરોજ વધારાના 10 રેક દ્વારા MCRL ની કોલસો મોકલવાની ક્ષમતામાં વધારો થયો છે.
 • એક અંદાજ અનુસાર ગ્રાહકોને કોલસાના દૈનિક પરિવહનમાં આશરે 40,000 ટનનો વધારો થવાનું રજુ કરવામાં આવ્યું હતું.

મુખ્ય કોરિડોર વિશે

 • મુખ્ય કોરિડોર એટલે કે અંગુલ-બલરામ- પુતુગાડિયા જરાપાડા – તેંતુલોઇ કોરિડોર બે તબક્કામાં બાંધવામાં આવી રહ્યો છે.
 • તેનો પ્રથમ તબક્કો 14 કિ.મી. લંબાઇનો અંગુલ બલરામ કોરિડોર છે.
 • બીજા તબક્કામાં 54 કિ.મી. લાંબી બલરામ-પુતુગાડિયા જરાપાડા – તેંતુલાઇ રેલ લિંકનું નિર્માણ સામેલ હશે.
 • ઉલ્લેખનીય છે કે આ રેલ લિંકનું નિર્માણ IRCON ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા કુલ રૂ. 1,700 કરોડના ખર્ચે કરવામાં આવશે.
 • 64 કિ.મી. લાંબી રેલ લિંક એ ઓડિશાના અંગુલ જિલ્લામાં આવેલ તાલચેર કોલસાક્ષેત્ર માટે અગત્યનું માલ પરિવહન સાધન બની છે.

MCRL વિશે

 • MCRL – મહાનદી કોલ રેલ્વે લિમિટેડ એ MCL, IRCON ઇન્ટરનેશનલ લિમિટેડ અને IDCO સાથે સંકળાયેલી સંયુક્ત સાહસ કંપની છે.
 • તેની સ્થાપના વર્ષ 2015 માં ઓડિશા ખાતે આવેલા એક કોલસા પ્રોજેક્ટના કોમન રેલ કોરિડોરના ભંડોળ અને અમલીકરણ માટે કરવામાં આવી હતી.
 • આ સંયુક્ત સાહસમાં MCL(કેન્દ્રીય કોલસા મંત્રાલયના પ્રતિનિધિ) પાસે 64  ટકા ઇક્વિટી શેર છે, IRCON (રેલ મંત્રાલયના પ્રતિનિધિ) પાસે 26 ટકા ઇક્વિટી શેર અને IDCO (ઓડિશા સરકારના પ્રતિનિધિ) પાસે 10 ટકા ઇક્વિટી શેર છે.

 તાલચેર કોલસાક્ષેત્ર

 • ઓડિશાનું તાલચેર કોલસાક્ષેત્ર એ પાવર ગ્રેડ કોલસાનો ભારતનો સૌથી મોટો ભંડાર છે.
 • ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી 123 કિ.મી. દૂર અંગુલ જિલ્લામાં મહાનદી ખીણ પટ્ટાના દક્ષિણપૂર્વ ભાગમાં લગભગ 1,800 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ તાલચેર કોલસાક્ષેત્ર ફેલાયેલું છે.
 • આ કોલસાક્ષેત્ર વ્યૂહાત્મક રીતે ભારતના અન્ય ભાગોમાં – ખાસ કરીને દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં પાવર-ગ્રેડ  કોલસો પહોંચાડવા માટે અગત્યતા ધરાવે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post